Thursday, June 27, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જ્યોતિષશાસ્ત્ર: ડાબા હાથે કામ કરતા ડાબોડીઓ હોય છે ભાગ્યશાળી

જ્યોતિષશાસ્ત્ર: ડાબા હાથે કામ કરતા ડાબોડીઓ હોય છે ભાગ્યશાળી
સમગ્ર વિશ્વમાં રહેલી કાર્યરત પ્રજા પાસે બીજાઓ માટે સમય નથી પણ જુદાં-જુદાં બહાને તહેવારો ઉજવવાનો સમય ખરો. જેમ કે વેલેન્ટાઈન ડે ફાધર્સ ડે મધર્સ ડે થેન્ક્સ ગિવન ડે ફ્રેન્ડશીપ ડે વગેરે. 

હજુ ભવિષ્યમાં ઘણાં ડે ઉજવવાનાં બાકી છે જેવા કે મધરઈનલો ડે ફાધરઈનલો ડે વગેરે. જો આ વાત સૌને અને ખાસ કરીને વહુઓને ગળે ઉતરે તો?. દર વર્ષે તા.૧૩ ઓગસ્ટે ઈન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ ડે તરીકે ઉજવાય છે. 

એટલે કે દુનિયામાં સૌથી લઘુમતી ધરાવતા માત્ર ૧૦% ડાબોડીઓ (ડાબેરીઓ નહી) ઉજવે છે. ઉજવે એટલે ખાસ કંઈ નહી પણ ખુશ થાય છે. ડાબોડી લોકોને શું તકલીફો પડે છે? તેની જાણ દુનિયાને થાય તે માટે આ દિવસ ઉજવાય છે. 

તા.૧૩ ઓગસ્ટ ૧૯૬૭થી આ દિવસ પ્રતિવર્ષ દુનિયાનાં અનેક દેશોમાં ઉજવાય છે. અમે પોતે ડાબોડી હોવાથી ડાબોડીઓને કેવી તકલીફો પડતી હશે?! તે અમે બરાબર સમજી શકીએ છીએ પણ દુનિયામાં વસતા ૯૦% જમોડીઓને તેની જાણ હોતી નથી. ડાબા હાથની એક પડી જશે ને આ તો મારા ડાબા હાથનો ખેલ છે. આવા સંવાદો ફકત જમોડીઓ એટલે કે જમણા હાથથી કામ કરતાં લોકો બોલે છે. પણ જેઓ ડાબોડીઓ અર્થાત દરેક કામ ડાબા હાથે કરવા ટેવાયેલા છે. 

તેઓ એવું ક્યારેય કહેતા નથી કે આ અમારો જમણાં હાથનો ખેલ છે. શાસ્ત્રોમાં પણ માનવ શરીરનું ડાબુ અંગ અપશુકન સૂચવે છે પણ દરેક બાબતે નહી. જો કે પ્રશ્ન એ છે કે આ ડાબોડીઓ આટલા બધા હોશિયાર કેમ હોય છે? બાળપણથી માતા-પિતા તરફથી તેમનું સંતાન ફરજિયાત જમણા હાથનો જ ઉપયોગ કરે તેવો દુરાગ્રહ રાખતા હોય છે પણ સમય જતાં એ સંતાન પોતાની વિશિષ્ટ આવડતો અને કૌશલ્ય ડાબા હાથથી જ વિકસાવે છે. 

જમોડી લોકોના આ વિશ્વમાં તેમની સિસ્ટમ કે રિવાજ મુજબ ચાલવું પડે તે આ લોકો માટે તકલીફની વાત છે. જે આ મુજબની છે. ભોજન લેવું. શર્ટનું બટન એક હાથે મારવું કેમેરાનું ક્લિક બટન દબાવવું ફ્રીઝનો દરવાજો ખોલવો કમ્પ્યૂટરનાં કી-બોર્ડમાં ન્યૂમેરિક કી-પેડનો ઉપયોગ કરવો. તિજોરીઓનું હેંડલ ફેરવવું કાંડા ઘડિયાળ પહેરવી વાહનનું સ્ટેન્ડ ચડાવવું હાર્મોનિયમ કે તબલાં જેવાં વાંજિત્રો વગાડવા વગેરે વગેરે.

શરીર વિજ્ઞાન અનુસાર માનવ શરીરનાં મસ્તકમાં મોટું અને નાનું એમ બે મગજ રહેલા છે. જેમાનું મોટું મગજ આખા શરીરનું નિયંત્રણ કરે છે. જ્યારે નાનું મગજ મેમરી અર્થાત યાદશક્તિનો સંગ્રહ કરે છે. આ મગજ મસ્તકની ડાબી બાજુએ આવેલું છે. 

કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક કરતાં પણ વધુ ડેટાનો અહીં સંગ્રહ થાય છે. વળી શરીરનું અગત્યનું બીજું અંગ હૃદય પણ ડાબી બાજુએ આવ્યું છે. આ કારણથી ડાબોડીઓને મગજ અને હૃદય ડાબા હાથ વગુ હોય છે. તેઓ આ બન્ને મહત્ત્વનાં અંગોની વધુ પાસે હોવાથી ચપળ તીવ્ર બુદ્ધિશાળી કુનેહપૂર્વક કાર્યકરનાર સાહસિક નીડર ધાર્યુ કરનાર હોય છે. 

આત્માનો અવાજ વધુ સારી રીતે સમજીને બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે છે. આ જાતકો અન્યોની સરખામણીમાં વિશિષ્ટ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતકની કુંડળીનો ત્રીજો ભાવ ખભા તેમજ હાથનો સૂચક છે. કર્મ હાથથી જ થાય છે. વળી ખભા આ સંસારમાં રહેલી સજીવ કે નિર્જીવ વસ્તુઓનો ભાર ખેંચે છે. ત્રીજો ભાવ જાતક પર પડતી જવાબદારીઓને નિભાવવાનો છે. 
ગ્રહોમાં બુધ બુદ્ધિ અને શરીરનાં પાછળનાં ભાગમાં રહેલી કરોડરજ્જુ અર્થાત મેરુદંડનો કારક છે તેમજ શનિ તેમાં રહેલી નર્વ અને કોષિકાઓનો કારક છે. આમ બુધ શનિ અને ત્રીજા ભાવનો સંબંધ થાય અર્થાત્ ભાવથી ગ્રહોની દૃષ્ટિથી કે નક્ષત્રપતિઓનાં સંબંધ કે નવમાંશ કુંડળીમાં ત્રીજા ભાવ સાથે બુધ-શનિનાં સંબંધો થતાં હોય બુધ સૂર્યથી અસ્તનો થતો ન હોય બુધ કે શનિ વક્રી હોય તો જાતક ડાબોડી હોઈ શકે છે. 

આ જ કારણે હાર્ટએટેક આવે ત્યારે ડાબો હાથ પકડાય છે. લકવો અર્થાત્ પેરાલીસિસમાં ડાબું અંગ ખોટું પડી જાય છે. દુનિયાની નામી અને સફળ વિજ્ઞાનીઓ એન્જિનિયર્સ સ્પોર્ટસમેન કમ્પ્યૂટર ક્ષેત્રે પ્રગતિ કરનાર ક્રાંતિકારી નેતાઓ વિખ્યાત ધનપતિઓ કલાકારો ડાબોડી છે. 

સચિન તેંડુલકર બેટિંગ જમણા હાથે કરે છે પણ વડા પાઉં ડાબા હાથે ખાય છે. રવિ શાસ્ત્રી બેટિંગ જમણાં હાથે કરે છે પણ બોલિંગ ડાબા હાથે જ કરે છે. આ ઉપરાંત અમારી નોંધમાં આવ્યા મુજબ શ્રી નરેન્દ્ર મોદી રતન તાતા લક્ષ્મી વિલાસ મિત્તલ રાહુલ બજાજ અમિતાભ બચ્ચન રાજ કુમાર કરણ જોહર હરિપ્રસાદ ચૌરસિયા વગેરે ધ્યાનમાં છે. આ બધા માટે સફળતા ડાબા હાથનો ખેલ કહેવાય.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ