બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:20 AM, 19 June 2025
વર્ષ 2025નો 7મો મહિનો જુલાઈ જ્યોતિષ દ્રષ્ટિએ ખૂબ ખાસ માનવામાં આવે છે. આ મહિને અનેક ગ્રહોના ગોચર થવાના છે, જે અનેક રાશિઓ માટે શુભ અને અશુભ ફળ લાવશે. 9 જુલાઈએ ગુરુ ઉદય થશે, જે શુભ અસર લાવશે. 13 જુલાઈએ શનિ મીન રાશિમાં વક્રી થશે, જ્યારે 16 જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 18 જુલાઈએ બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 24 જુલાઈએ તે ત્યાં અસ્ત થશે. 26 જુલાઈએ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 28 જુલાઈએ મંગળ કન્યા રાશિમાં જશે. આ બધા ગ્રહ ગોચરો સાથે વિવિધ યોગો બનશે, જેનો પ્રભાવ અલગ-અલગ રાશિઓ પર પડશે.
ADVERTISEMENT
મેષ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો ખૂબ અનુકૂળ સાબિત થશે. વિદેશી કંપનીમાં નોકરી કરતા અથવા વિદેશમાં નોકરી શોધી રહ્યા હોય, તેમને નવા અવસર મળી શકે છે. વેપારીઓ માટે પણ સમય લાભદાયી રહેશે. આર્થિક રીતે પ્રગતિ થશે અને ખર્ચ ઓછો રહેતા તમે બચત પણ કરી શકશો.
ADVERTISEMENT
આ મહિને સૂર્ય, ગુરુ અને બુધ મિથુન રાશિમાં સાથે રહેવાથી ગુરુ-આદિત્ય યોગ અને બુધાદિત્ય યોગ બનશે. આ યોગો તમારા જીવનમાં અણધાર્યા લાભ લાવી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને ઉદ્યોગપતિઓ માટે મોટો નફો કમાવાનો સમય રહેશે. નાણાકીય લાભ સાથે યાત્રા યોજનાઓ પણ બનશે. ઘરના પ્રશ્નોનો ઉકેલ થવાથી તમને માનસિક શાંતિ મળશે. તુલા રાશિના જાતકો માટે પણ જુલાઈ મહિનો કારકિર્દી માટે શુભ રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિ થશે અને નવી તકો મળશે. વ્યવસાયમાં વિસ્તરણ થશે અને નાણાકીય લાભ મળશે. લાંબા સમયથી અટકેલા પૈસા હવે મળવાની શક્યતા છે.
ADVERTISEMENT
મકર રાશિના જાતકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. ઉદ્યોગપતિઓ માટે યોજનાઓ સફળ થશે અને કમાણીમાં વધારો થશે. અચાનક નાણાકીય લાભથી ખુશી મળશે અને પ્રેમ જીવન તથા લગ્નજીવનમાં સુખદ ક્ષણો આવશે. તમે પૈસાની બચત કરવામાં પણ સફળ થશો.
ADVERTISEMENT
આ પણ વાંચો : કરિયરમાં મેળવવી છે સફળતા? તો આજે જ પોતાની ઓફિસમાંથી આઉટ કરી દેજો આ 3 વસ્તુ
મીન રાશિના લોકો માટે જુલાઈ મહિનો સફળતાઓ લાવતો રહેશે. તમારે તમારી મહેનતનું ફળ મળશે અને પ્રમોશન, પ્રશંસા મળે તેવી શક્યતાઓ છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન સાકાર થવાની શક્યતા છે. નાણાકીય લાભ થશે, પરંતુ મોટા વ્યવસાયિક નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારો.
ADVERTISEMENT
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવશયની એકાદશી કથા / ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગનિદ્રામાં લીન, તો કોણ કરે છે સમગ્ર બ્રહ્માંડનું પાલન?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.