Friday, May 24, 2019

કેવો રહેશે આજે દિવાળીનો દિવસ તમારો જાણો તમારું રાશિફળ

કેવો રહેશે આજે દિવાળીનો દિવસ તમારો  જાણો તમારું રાશિફળ
મેષ
આજે આપની પાસે જેટલા સંસાધન છે એનો ઉપયોગ સમાજના કલ્યાણમાં કરો સાથે પોતાનાઓને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરજો. આજે આપ કંઈક દાન કરશો અથવા સાથીને માટે કોઈ ભેટ ખરીદશો. કોઈ પણ રીતે આપના સંસાધનોથી જોઈને કોઈને લાભજ થશે.

વૃષભ
આજે આપને એ જાણીને ખૂબજ ખરાબ લાગશે કે જેમને આપ પોતાના દોસ્ત સમજતા હતા તેઓ જ પીઠ પાછળ આપની બુરાઈ કરે છે. આ સાંભળીને આપ ઉતાવળા ન થઈ જતા પરંતુ શાંતિ અને ઘીરજથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરજો. એ લોકો સાથે વાત કરો અને એ જાણવાની કોશીશ કરો કે આપના સંબંધોમાં ખટાશ આવવાનું શું કારણ છે.

મિથુન
આજે આપ પોતાની મર્યાદાઓથી બહાર આવીને પણ જોખમ ઉઠાવશો. આપ પોતાની જીંદગીમાં ઘણી બધી ચીજોને આગળ વધારવા ચાહશો જેવા કે આપનાં સગાઓ આપનો વ્યવસાય વિગેરે સાથે આપ રોમાંચભર્યા ખેલ પણ ખેલવા ચાહશો. આજે આપનું મન જે કોઈ કરવાનું કહે એજ કરજો.

કર્ક
આજે આપનું લાંબા સમયથી અટકેલું કામ પુરૂં ધઈ જશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યારસુધી આપને માટે અડચણ રૂપ હતી તેજ હવે આપની મદદ કરવા આગળ આવશે. એની મદદથી થાવ પોતાનું કામ સ્હેલાઈ પૂર્વક પુરૂં કરાવી લેજો. આ તકનો પુરેપુરો લાભ લઈ લેજો.

સિંહ
આજે આપ પોતાના પરિવારની સાથે સમય પસાર કરશો અને ખૂબજ મઝા કરશો. કંઈક એવું કરો જેનાથી બધાને ખૂબજ મઝા આવે અને આપ એકબીજાની વધુ નજીક આવી શકો. આપ એમની સાથે કોઈ આનંદપ્રદ ખેલ પણ ખેલી શકો છો અથવા કોઈ ફિલ્મ જોવા જઈ શકો છો. એથી આપ પોતાને તાજા અનુભવશોજ અને આપના સંબંધો મજબુત બનશે.

કન્યા
ઉચ્ચ અધિકારીઓ આપના રસ્તામાં અવરોધ ઉભો કરી શકે છે. પરંતુ આપ પોતાના રસ્તા પર અડગ રહેશો અને આગળ વધવાનું ચાલુ રાખજો. આ વખત જલ્દીથી વીતી જશે અને આપ ખરા સમયે પોતાનું કામ કરાવી લેશો.

તુલા
આજે આપ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સંપર્ક કરશો ધ્યાનમાં રાખજો કે આપ એ વ્યક્તિ સામે પોતાની સારી છલી પ્રસુતત કરજો. આ વ્યક્તિ આપના વ્યક્તિગત જીવનમાં આગળ વધવામાં મદદ કરી શકે છે. પહેલીજ તકે આપ એને પોતાનું વિજીટીંગ કાર્ડ આપ દેજો અને પુરા આત્મવિશ્વાસ સાથે એને મળનો.

વૃશ્ચિક
આજે આપ એ વસ્તુઓને મહત્વ આપો જે હકીકતમાં આપને માટે મહત્વપૂર્ણ છે. આપે આપના પરિવાર દોસ્તો અને કામ વચ્ચે સંતુલન કેળવવું જોઈશે. ક્યારેક ક્યારેક આપને એવું પણ લાગશે કે દરેક કામમાં સંતુલન ન રાખી શકવાથી આપની પ્રાથમિકતાઓ પુરી થઈ ન શકી. આ મુદ્દાઓને લઈને જો આજે આપ યોજનાઓ સમજી વિચારીને બનાવશો તો આપના મગજમાં સ્પષ્ટતા આવશે.

ધન
આજે આપ કદાચ કંઈક મુશ્કેલીઓમાં ફસાયેલા છો. આવા સમયે આપને જે મદદ મળશે એથી આપને ખૂબ રાહત મળી શકશે. આપને એ વાતથી ખૂબજ ખુશી થશે કે આપના ખરાબ સમયે આપના નજીકના મિત્ર આપને સાથ આપવા તૈયાર છે. બધાના જીવનમાં ચઢાવ ઉતારતો આવે છે પણ બધા આપના જેટલા ભાગ્યશાળી નથી હોતા જેમના મિત્ર હમેંશા મદદને માટે તૈયાર હોય. પોતાના મિત્રોને મદદને માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.

મકર
આ સમય ઘર પર ધ્યાન દેવાનો છે. પોતાની આસપાસ જુઓ અને વિચારો કે આપ કેવી રીતે પોતાના વાતાવરણને સુંદર બનાવી શકો છો. આપ પોતાની રચનાત્મકતાથી કેવી રીતે પોતાના ઘરને સુંદર બનાવી શકો છો. પોતાના ઘરને સુંદર બનાવવાથી આપ પણ પોતાને તાજા મેહસૂસ કરશો.

કુંભ
આજે આપ જરા આપની બહસ કરવાની આદતને કાબુમાં રાખજો. આજે આપ કદાચ થોડાંક ઉશ્કેરાય જાવ અને બહસમાં પડી જાવ. શાંત રહેજો અને પોતાનું કામ કરવામાં બાગ્યા રહેજો. જો આપ પોતાના આ ઉદ્દેશને પુરો કરી લેશો તો આપને સારૂં લાગશેજ સાથે સાથે આપને માનસિક શાંતિ પણ મળશે.

મીન
આજે આપને માનસિક શાંતિ નહી હોય. સારૂ તો એ છે કે આપ કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લો. આપ પોતાના પરિવાર અથવા દોસ્તોની સાથે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો. જો જઈન ન શકાય તો ફોન પર પોતાના કોઈ પ્રિયજન સાથે વાત કરો. આપનું મન ખુશ થઈ જશે. આપ વધુ ચિંતા નકરશો કારણ કે આપને માનસિક શાંતિ ટૂંકમાંજ પાછી મળી જશે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ