બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્ય હશે રાજા અને મંત્રી! શુભ સંયોગમાં થશે હિન્દુ નવા વર્ષ અને નવરાત્રિની શરૂઆત, પંચ ગ્રહીનું નિર્માણ

ધર્મ / સૂર્ય હશે રાજા અને મંત્રી! શુભ સંયોગમાં થશે હિન્દુ નવા વર્ષ અને નવરાત્રિની શરૂઆત, પંચ ગ્રહીનું નિર્માણ

Last Updated: 10:09 PM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે સંવત્સર 2082 થશે અને આનું નામ પણ સિદ્ધાર્થી સંવત હશે. આ દિવસે સર્વાર્થ અમૃત સિદ્ધિયોગનો શુભ સંયોગ બની રહ્યો છે. ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવવર્ષની શરૂઆતમાં મીન રાશિમાં 6 ગ્રહોનો યોગ બની રહ્યો છે

ચૈત્ર શુલ્ક પ્રતિપદાથી નવરાત્રીની શરૂઆત થાય છે. ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે અને ઉપાસક ઉપવાસ કરે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી દુર્ગા પૂજાનો શુભારંભ 30 માર્ચ રવિવારથી થઈ રહ્યું છે. આ દિવસથી હિન્દુ નવવર્ષ વિક્રમ સંવત થીઆ થશે. આ વખતે સંવત્સર 2082 થશે અને આનું નામ પણ સિદ્ધાર્થી સંવત હશે. આ દિવસે સર્વાર્થ અમૃત સિદ્ધિયોગનો શુભ સંયોગ બની રહ્યો છે. ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવાવર્ષની શરૂઆતમાં મીન રાશિમાં 6 ગ્રહોનો  યોગ બની રહ્યો છે. સૂર્ય, ચંદ્રમા, બુધ, શુક્ર, શનિ અને રાહુ તમામ 6 ગ્રહ એક સાથે મીન રાશિમાં ગોચર કરશે. દૈનિક યોગોમાં એંદ્ર યોગ રાતે 7:40 સુધી રહેશે. સર્વર્થસિદ્ધિયોગ પ્રાતઃ 6:14 બાદ શરૂ થશે. યાયિજયયોગ દિવસે  2:14 સુધી રહેશે. આ યોગોમાં જ હિન્દુ નવવર્ષ  2082 ની શરૂઆત અને નવરાત્રી કળશ સ્થાપના થશે.    

HINDU-NAVRATRI-2

કળશ સ્થાપનાનો સમય - કળશ સ્થાપના સૂર્યોદયથી દિવસમાં 2:14 વાગ્યા સુધી કરી શકે છે.

સૂર્ય જ હશે રાજા અને મંત્રી- રવિવારથી નવાવર્ષની શરૂઆત થવાથી આ વર્ષના રાજા સૂર્ય રહેશે નવગ્રહોના મંત્રી મંડળમાં વર્ષના મંત્રીનું પદ પણ સૂર્યને જ મળશે. હિન્દુ નવાવર્ષમાં અન્ન-ધન, ખનિજ અને ધાતુના સ્વામી બુધ હશે. ખાદ્ય પ્રદાર્થોના સ્વામી મંગળ રહેશે.

વધુ વાંચો: ખુલી જશે બંધ કિસ્મતના તાળાં, બસ શનિ અમાવસ્યાના દિવસે જો અપનાવશો આ ઉપાય

પંચગ્રહી યોગનું થશે નિર્માણ  

નવ સંવત અને નવરાત્રીના પહેલા દિવસે જ મીન રાશિમાં સુર્ય દેવ સાથે ચંદ્રમા, શનિ, બુધ, રાહુ એક સાથે વિદ્યમાન રહેશે. જેનાથી પંચગ્રહી યોગનું નિર્માણ થાય છે. સાથે જ આ દિવસે બુધાદિત્ય અને માલવ્ય રાજયોગ પણ બની રહ્યો છે. આઠ દિવસોના મહાપર્વ દરમિયાન ચાર દિવસ રવિ યોગ તથા ત્રણ દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ રહેશે. માતાના હાથી પર સવાર થઈને આવવું ખૂબ શુભ માનવામાં આવે છે. કેમ કે હાથીને સુખ-સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Hindu New Year Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ