બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દશેરાના દિવસે કરો આ ચોક્કસ ઉપાય, દરેક કાર્યમાં મળશે સફળતા

જ્યોતિષ / દશેરાના દિવસે કરો આ ચોક્કસ ઉપાય, દરેક કાર્યમાં મળશે સફળતા

Last Updated: 10:36 AM, 10 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજ્યા દશમીનો દિવસ ખાસ માનવામાં આવે છે અને આ દિવસને અસત્ય પર સત્યના વિજયના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. એવામાં આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરવામાં આવે તમારા કાર્યની સફળતા પણ નિશ્ચિત બની જાય છે.

હાલમાં દેશભરમાં શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કર્યા પછી, દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. તેને વિજય દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસને અસત્ય પર સત્યની વિજયના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે અને ખાસ કરીને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર શનિવારના રોજ ઉજવવામાં આવશે.

Dashera

જ્યોતિષમાં પણ દશેરાને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દસ દિશાઓ ખુલ્લી હોય છે જે તમને શુભ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, આ દિવસ માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય સૂચવવામાં આવ્યા છે, જે કરવાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે.

દશેરા પર કરો આ સરળ ઉપાય

  • આ ખાસ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને દશેરાના દિવસે ઘરમાં રામ દરબારની સ્થાપના કરવી પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ગ્રહ દોષ પણ દૂર થાય છે.
  • દશેરાના દિવસે તમારે ઘરમાં સુંદરકાંડ અને રામચરિતમાનસનો પાઠ કરવો જોઈએ. તેનાથી તમને ભગવાન રામના આશીર્વાદ મળે છે.
PROMOTIONAL 12
  • દશેરાના દિવસે હનુમાનજી અને શનિદેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આ પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને શનિ દોષથી પણ રાહત મળે છે.
  • આ ખાસ દિવસે તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં શમીનો છોડ લગાવો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે.

આ પણ વાંચો: દશેરાના દિવસે તમારી રાશિ અનુસાર કરો આ ચીજોનું દાન, પૂરા થશે તમામ અટકેલા કામ

  • દશેરાના દિવસે 7 લવિંગ, 7 કપૂર અને 5 તજના પાન લો અને પછી તેને બાળી લો. આમ કરવાથી, ધુમાડો ઉત્પન્ન થશે, જેને આખા ઘરમાં ફેલાવો, તેનાથી ખરાબ નજર દૂર થાય છે.
  • વિજય દશમીના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં તલ ઉમેરો. આમ કરવાથી જો તમારા પર શનિની સાડાસાતી કે ઢૈયા હોય તો તમને રાહત મળશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dussehra 2024 Dharma Aastha Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ