આપણા શાસ્ત્રોમાં આપણા રોજિંદા જીવનને લગતી ઘણી બધી વાતો લખવામાં આવી છે, ઘણા કામો કોઈ કારણોસર લખવામાં આવ્યા છે. આ કામોને યોગ્ય રીતે કરવાની આપણી ફરજ છે. આપણે જયારે આ કામો યોગ્ય રીતે નથી કરતા ત્યારે એના પરિણામો પણ આપણે ભોગવવા પડે છે. ત્યારે આજે વાત કરી આપણે ન્હાયા બાદ તરત જે ભૂલો કરીએ છીએ એના વિશે. એવા કયા-કયા કામો છે કે જે ન્હાયા બાદ આપણે કરીએ છીએ, જે ન કરવા જોઈએ.
- સૌથી પહેલી જે વાત ધ્યાનમાં રાખવી જોઈએ એ છે કે ન્હાયા પછી ડોલને ઉંધી કરીને ન મુકવી. એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં આવનારી લક્ષ્મી રિસાઈ જાય છે અને ઘરમાં ધનહાનિ થાય છે.
- આ પછી એ વાત ધ્યાનમાં રાખો કે ન્હાયા પછી ડોલમાં પાણી ન રહેવા દો. જો એ પાણીથી ઘરની બીજી કોઈ વ્યક્તિ ન્હાય છે તો એ અશુદ્ધ માનવામાં આવે છે. સાથે જ એવી માન્યતા છે કે એ પાણીથી જે વ્યક્તિ ન્હાય છે એનું આયુષ્ય ઘટી જાય છે.

- ભીના કપડાં બાથરૂમમાં ન મૂકી રાખો. તેને કપડાં ધોવાની જગ્યા પર મૂકી દો અથવા એક ડોલમાં ભરીને રાખો. ભીના કપડાને ગમે તેમ મૂકીને ન નીકળો.
- ન્હાતી વખતે ચપ્પલ ન પહેરી રાખો. જો ચપ્પલ પહેરીને ન્હાયા હોવ તો ન્હાયા બાદ પગ પર પાણી ન નાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનહાનિ થાય છે.
- શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે ન્હાતા સમયે ભગવાનના મંત્રોચ્ચાર કરવા જોઈએ અથવા કઈંક ગણગણતા રહેવું જોઈએ. શાંત ન રહેવું, એ પાપ માનવામાં આવે છે. એટલે જ બાથરૂમમાં કંઈક પણ ગણગણતા રહેવું જોઈએ.
- બાથરૂમમાં બેસીને કે ન્હાયા પછી તરત નખ ન કાપવા જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને ધનહાનિ પણ થઈ શકે છે.
વધુ વાંચો: મહિલાઓ પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો ભગવાન થશે નારાજ, જાણો નિયમો
- ન્હાયા પછી ભીના કપડાથી ક્યારેય શરીર ન સાફ કરવું, આમ કરવું પણ અશુભ માનવામાં આવે છે. એટલે જ ન્હાયા પછી હંમેશા ચોખ્ખા અને સૂકા વસ્ત્રથી જ શરીર સાફ કરવું જોઈએ.
- મહિલાઓએ ન્હાયા પછી તરત સિંદૂર ન લગાવવું, માન્યતા છે કે ન્હાયા પછી તરત સિંદૂર લગાવવાથી પતિની ઉમર ઓછી થાય છે. મોઢામાં કંઈક નાખ્યા પછી જ સિંદૂર લગાવવું, ખાલી પેટે નહીં.
- સાથે જ ન્હાયા પછી તરત જ ગેસ કે ચૂલો ન સળગાવવો જોઈએ, ન્હાયા પછી તરત અગ્નિનો સ્પર્શ કરવો વર્જિત માનવામાં આવે છે. પહેલા કંઈક ખાઈ-પી લેવું અને પછી જ ગેસ કે ચૂલો સળગાવવો.