બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:36 PM, 14 March 2025
સૂર્યગ્રહણનું જ્યોતિષ, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ખૂબ જ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો રાહુ-કેતુને સૂર્યગ્રહણનું કારણ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે ત્યારે આ સ્થિતિમાં સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર મહિનાની અમાવસ્યાના રોજ થશે.આ વર્ષે ચૈત્રી અમવાસ્યા 29 માર્ચે છે.
ADVERTISEMENT
સૂર્યગ્રહણનો સમય
ભારતીય માનક સમય મુજબ સૂર્યગ્રહણ 29 માર્ચ 2025 ના રોજ બપોરે 2:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:14 વાગ્યે સમાપ્ત થશે. આ આંશિક સૂર્યગ્રહણ હશે.
ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં
ચૈત્ર અમાવસ્યા પર થનાર સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેના બદલે તે અન્ય દેશોમાં જોઈ શકાય છે. આ સમય દરમિયાન, સૂર્ય મીન રાશિમાં રહેશે.
આ દેશોમાં દેખાશે સૂર્યગ્રહણ
29 માર્ચ 2025 ના રોજ આંશિક સૂર્યગ્રહણ યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરમાં દેખાશે.
સૂતક કાળ
સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક શરૂ થાય છે. પરંતુ 29 માર્ચે થનાર સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક પણ માન્ય રહેશે નહીં.
ધાર્મિક પ્રવૃત્તિ
આ સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે અને ભારતમાં દેખાશે નહીં. તેથી, આ ગ્રહણની ભારતમાં કોઈ અસર થશે નહીં. અમાસ તિથિ પર શ્રાદ્ધ અને તર્પણનું વિશેષ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન, દાન, પ્રસાદ અને પૂજા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
વધુ વાંચો: શિવ અને પાર્વતી વચ્ચેનો એ સંવાદ, જેમાં છુપાયોલો છે રંગોના તહેવારનો વાસ્તવિક અર્થ!
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.