બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મિથુન સહિત 5 રાશિ પર ચંદ્રગ્રહણની થશે સકારાત્મક અસર, જાતકોને કરી શકે છે માલામાલ

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ / મિથુન સહિત 5 રાશિ પર ચંદ્રગ્રહણની થશે સકારાત્મક અસર, જાતકોને કરી શકે છે માલામાલ

Last Updated: 07:54 AM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈપણ ગ્રહણ તમામ રાશિઓને અસર કરે છે. આજે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે, જે સવારે 6:12 વાગ્યે શરૂ થયું છે. આ ગ્રહણ 5 રાશિના લોકોને ધનવાન બનાવી શકે છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

1/7

photoStories-logo

1. આજે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે, જે સવારે 6:12 વાગ્યે શરૂ થઈ ગયું છે. જે 10:17 કલાકે ખતમ થશે. કોઈપણ પ્રકારના ગ્રહણની તમામ 12 રાશિઓ પર અસર થાય છે. આવી સ્થિતિમાં આ ગ્રહણની અસરથી થોડો ફાયદો અને થોડું નુકસાન થવાનું છે. જયોતિષીઓ અનુસાર, આ ઘટના મીન રાશિમાં બનશે, જેના પર રાહુ પહેલેથી જ હાજર છે. આમ છતાં આ ગ્રહણને કારણે મિથુન અને કન્યા સહિત 5 રાશિના લોકોના નસીબના તાળા ખુલવાના છે. વાસ્તવમાં આ ગ્રહણ દરમિયાન શુક્ર અને ચંદ્રનો સમસપ્તક યોગ અને ચંદ્ર અને મંગળનો ચતુર્થ દશમ યોગ પણ બની રહ્યો છે. આ એવા યોગ છે જે 5 રાશિના લોકોને ધનવાન બનાવી શકે છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મિથુન રાશિ

આ રાશિના જાતકો પર ચંદ્રગ્રહણની સકારાત્મક અસર પડશે. આર્થિક રીતે ફાયદો થઈ શકે છે, અને આ ગ્રહણ કારકિર્દીની દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ રહેશે. જો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા હોવ તો જલ્દી જ નોકરી મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કન્યા રાશિ

આ રાશિના જાતકો પર ચંદ્રગ્રહણની શુભ અસર જોવા મળશે, વિવાહિત જીવનમાં ખુશીઓ લાવી શકે છે. જો લાંબા સમયથી વૈવાહિક જીવનમાં કોઈ વિખવાદ ચાલતો હોય તો હવે તે દૂર થવા જઈ રહ્યો છે. આર્થિક લાભ પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા રાશિ

આ રાશિના જાતકો પર પણ ચંદ્રગ્રહણની સારી અસર જોવા મળશે. આનાથી કારકિર્દીમાં ફાયદો થશે. નોકરી કરતા લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જો કે, કોઈપણ નિર્ણય લેતા પહેલા વિચારવું જોઈએ અને કોઈની સલાહ લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વૃશ્ચિક રાશિ

જો તમારી રાશિ વૃશ્ચિક છે તો ચંદ્રગ્રહણ તમારા માટે શુભ ફળ આપશે. જો તમારામાં ઘણા સમયથી કોઈ દોષ છે અને તમે તેને દૂર કરવા ઈચ્છો છો તો હવે આ દોષ દૂર થઈ જશે. આ સિવાય તમને આર્થિક લાભ પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કુંભ રાશિ

ચંદ્રગ્રહણ પર બનેલા કેટલાક શુભ યોગોની અસર તમારી રાશિ પર પણ જોવા મળશે. ભૂતકાળમાં કરેલા કર્મોનું સારું ફળ મળવાનું છે. સાથે જ તમારા જીવનમાં સકારાત્મકતા આવશે. આ સમય દરમિયાન તમારે થોડી ધીરજ રાખવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. જ્યોતિષ શાસ્ત્ર

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lunar Eclipse Chandra Grahan 2024 Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ