ગૌમૂત્રના આ ઉપાયોથી ઘરની નકારાત્મક એનર્જી અને રાહુદોષ થશે દૂર

By : juhiparikh 01:26 PM, 13 June 2018 | Updated : 01:26 PM, 13 June 2018
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને માન્યતાઓ અનુસાર, ગાયમાં અનેક દેવી-દેવતા નિવાસ કરે છે એટલા ગાયના ગોબર અને મૂત્રને પણ પવિત્ર ગણ્યું છે. મહાભારતમાં કહેવામાં આવ્યુ છે કે ગાયના ગોબર અને મૂત્રમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે. એટલે પૂજા-પાઠમાં ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે.  જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ગૌમૂત્રના  ઉપાયો બતાવ્યામાં આવ્યા છે, જેનાથી અનેક સમસ્યાનું સમાધાન કરી શકાય છે. આજે જાણો એ ઉપાય-

- જો કોઈના ઘરમાં નેગેટિવ એનર્જી કે ઉપરી શક્તિઓની અસર હોય તો ત્યાં રોજ સવાર-સાંજ ગંગાજળમાં ગૌમૂત્ર મેળવીને છાંટકાવ કરો. તેનાથી ખરાબ શક્તિઓ નષ્ટ થશે.

- ઘરમાં વાસ્તુદોષ કે કોઈની નજર લાગી હોય તો પણ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

- જે વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ સ્થાને હોય, તેને રોજ પાણીમાં ગૌમૂત્રના કેટલાક ટીપા મેળવીને નહાવું. રાહુ દોષ સમાપ્ત થશે.

- જો કોઈ વ્યક્તિ પર ખરાબ શક્તિનો પ્રભાવ હોય તો તેની પર પણ ગૌમૂત્ર છાંટવું જોઈએ કે ગૌમૂત્રનું તિલક કરવું જોઈએ.

- નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલાં ત્યાં ગૌમૂત્રનો છંટકાવ કરવાથી બધા પ્રકારના દોષોનું નિવારણ થઈ જાય છે.Recent Story

Popular Story