બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:31 PM, 13 June 2025
ગાંધીનગર : અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં તૂટી પડવાની દુર્ઘટના પાછળ સિંહ રાશિમાં મંગળ અને કેતુનો અંગારક યોગ જવાબદાર છે. આ મંગળ-કેતુનો અંગારક યોગ આગામી તા. 26મી જુલાઈ સુધી રહેવાનો છે. જેના પગલે દેશ અને દુનિયામાં આગ, અક્સ્માત, યુદ્ધ જેવો માહોલ જોવા મળશે.
ADVERTISEMENT
જ્યોતિષ જયપ્રકાશ માઢકે કર્યો દાવો
અમરેલીના લીલીયા મોટાના વતની અને ખગોળિય ઘટનાઓના અભ્યાસુ જયપ્રકાશ માઢકે કહયું હતું કે, ગત 6 જૂનની મધ્યરાત્રી બાદ ઉગ્ર તથા અગ્નિ પ્રકૃતિના ગણાતા અને અંગારક તરીકે ઓળખાતા ગ્રહ મંગળે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે ક્રૂર ગણાતો કેતૂ ઓલરેડી ત્યાં હતો. જ્યોતિષશાસ્ત્રમાં કેતુનો સ્વભાવ પણ મંગળ જેવો જ મનાય છે. આમ 7 જૂનથી અગ્નિરાશિ સિંહમાં મંગળ કેતુ નો અંગારક યોગ બન્યો હતો.
ADVERTISEMENT
અંગારક યોગ 26 જુલાઇ સુધી છે
આ યોગ ઘણો જ વિસ્ફોટક ગણાય છે. આ અંગારક યોગ આગામી 26 જૂલાઇ સુધી રહેવાનો છે, જેમા દુનિયામાં મોટી આગ, મોટા અકસ્માતો અને અકલ્પનીય વિસ્ફોટો થવાની શક્યતા રહે છે. ખાસ કરીને દુનિયામાં જ્યારે ઠેર ઠેર યુધ્ધ નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આ અંગારક યોગ મહત્વનો બની રહે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બોઇંગ 787 નાં તમામ પ્લેનની થશે તપાસ, અમદાવાદ દુર્ઘટના બાદ સફાળુ જાગ્યું તંત્ર
9 અને 7ના અંકની હાજરી જોવા મળી છે
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે 12મી જૂને અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટનામાં સિંહ રાશિના આ કેતુ અને મંગળના અંગારક યોગે જ ભાગ ભજવ્યો છે એમ હું માનુ છું. અંક શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો 9 મંગળનો અંક છે જ્યારે કેતુનો અંક 7 છે. આ સમગ્ર ઘટના 9 અને 7 ના અંકોની મુખ્ય હાજરી જોઈ શકાય છે.
વિમાનનો નંબર મંગળનો અંક બન્યો
ADVERTISEMENT
જેમકે આ ફ્લાઈટ નો નંબર હતો AI 171. આ 171 ના અંકોનો સરવાળો 1+7+1=9 થાય છે, જે મંગળ નો અંક છે. દુર્ઘટના બની એ તારીખ 12-6-2025ના અંકોનો સરવાળો પણ 9 થાય છે. (1+2+6+2+0+2+5=18 અને 1+8=9.) દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો નંબર હતો VT-ANB-3627.તેના અંકોનો સરવાળો પણ 9 થાય છે(3+6+2+7=18 અને 1+8 =9.) હવે કેતુના અંક 7 ની વાત કરીએ તો બોઈંગ વિમાને પૃથ્વી પરથી ઉડાન ભરી એ સમય હતો 13:39.આ અંકોનો સરવાળો 7 થાય છે,જે કેતુનો અંક છે (1+3+3+9=16 અને 1+6=7)
... તો વિમાન દુર્ઘટના સર્જાઇ ન હોત
ADVERTISEMENT
માઢકે વધુમાં ગ્રહોના સમીકરણો તથા ખગોળિયા સ્થિતિનું એનાલીસીસ કરતાં કહયું હતું કે આ દુર્ઘટનામાં વિમાનમાં બેઠેલા 241 લોકોના મોત થયાં છે જેનો મૃતાંક સરવાળો સાત થાય છે, જે કેતુનો અંક છે. આ વિમાનમાં ભારકીયો 169 હતા તેનો અંક પણ સાત થાય છે. સિંહ રાશીમાં અંગારક યોગ થયો હતો, જે વિમાન દુર્ઘટના થઇ છે તે સ્થળનું નામ મેઘાણીનગર છે. જેની સાથે વિમાન અથડાયું તે બિલ્ડીંગ મેડીકલ હોસ્ટેલ છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ડોક્ટર તેમજ સૈનિક એ મંગળના વ્યવસાય છે. મહત્વની વાત એ છે કે 12મી જૂને આ વિમાન મોટા વિસ્ફોટ સાથે સળગી ઉઠ્યું ત્યારે બપોરના 2.29 મિનિટ સુધી જ્વાળામુખી યોગ ચાલતો હતો. જો આ સમય વિત્યા પછી વિમાન ઉડ્યું હોત તો હોનારત અટકી શકી હોત.
જો કે આ જ્યોતિષ શાસ્ત્રની વિવિધ ગણનાના આધારે પ્રકાશ માઢક નામના જ્યોતિષ દ્વારા કરવામાં આવેલી ગણત્રી અને આગાહી છે. Vtv Digital તેની સત્યતા કે અસત્યતા અંગેની પૃષ્ટિ કરતું નથી. વાચકોએ પોતાનાં વિવેકનો ઉપયોગ કરવો હિતાવહ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.