બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું તમારા મોબાઇલ નંબરમાં તો નથી ને આ ડિજિટ? તો થઇ શકો છો કંગાલ

અંકશાસ્ત્ર / શું તમારા મોબાઇલ નંબરમાં તો નથી ને આ ડિજિટ? તો થઇ શકો છો કંગાલ

Last Updated: 11:26 AM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંક માનવીના જીવનમાં જીવ પૂરે છે અને અંક રૂઠે તો જીવન વન જેવું બની જાય છે. કેટલાંક અંક એવા હોય છે કે જે જીવનમાં વારંવાર ચડતી પડતીનો એહસાસ કરાવે છે. વિશેષ રૂપે અંક 4 અને અંક 8 માનવીના જીવનમાં નકારાત્મક રોલ ભજવે છે.

અંક જ્યોતિષના અનુસાર, આપણા જીવનમાં દરેક અંકનું મહત્વ હોય છે. આપણો મોબાઈલ નંબર, જન્મ તારીખ, મકાન નંબર, વાહન નંબર, બેચ નંબર અને રૂમ નંબર સહિતનો કોઈપણ નંબર જેનો આપણે જીવનમાં ઉપયોગ કરીએ છીએ. આજે મોબાઈલ નંબરના ખરાબ અંકો વિશે જણાવીશું કે, મોબાઈલ નંબર લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કેવા નંબર હોવા જોઈએ.

આ નંબર કષ્ટદાયક હોય છે

મોબાઈલ નંબર લેતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં 2,4,8ની ડિજીટ ન હોય કેમ કે 2,4,8 નંબર હંમેશાં કષ્ટ આપનાર હોય છે. તેની ઉપસ્થિતિથી વ્યક્તિના જીવનમાં હંમેશાં કષ્ટ આવે છે.

2 નંબર કેમ અશુભ હોય છે

અંક જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, 2 નંબરનો સંબંધ ચંદ્ર દેવતાથી છે. માનવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોય છે તેમને શારીરિક અને માનસિક બંને પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. તે સિવાય દરેક સમયે તેમને તાવ, ઉધરસ, શરદી અને ગળામાં ખરાશની સમસ્યા રહે છે. આ જ કારણથી મોબાઈલ નંબરમાં બે નંબર હોવાનું અશુભ માનવામાં આવે છે.

BSNLએ આપી મોટી સરપ્રાઈઝ, ઘરે બેઠા હવે મફતમાં TV જોઈ શકાશે | Daily Dose

નંબર 4 રાહુ સાથે સંબંધિત છે

ધાર્મિક માન્યતા અનુસાર, કુંડળીમાં રાહુની નબળી સ્થિતિને કારણે વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. તેને પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. કોઈ કામમાં મન નથી લાગતું, જેના કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે. જ્યારે જે લોકોના મોબાઈલ નંબરમાં એકથી વધુ વખત 4 આવે છે, તેઓ દરેક વાતચીતમાં ગુસ્સે થઈ જાય છે. તેઓ બોલતી વખતે પોતાની વાણી પર કાબૂ રાખી શકતા નથી, જેના કારણે તેમનો કોઈ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી.

વધુ વાંચોઃ- ચંદ્રગ્રહણ લાગી ગયું છે, ભૂલથી પણ આવું ન કરતા, નહીંતર મુશ્કેલીમાં મૂકાશે ગર્ભવતી મહિલા

8 નંબરથી દૂર રહેવું

અંક જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, મોબાઈલ નંબરમાં 8 નંબર ન હોવો જોઈએ. હકીકતમાં 8 નંબરનો સંબંધ શનિ દેવતા સાથે છે. જેના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. મોબાઈલ નંબરમાં 8 અંકના કારણે ખર્ચમાં વધારો થાય છે. વ્યક્તિની પાસે પૈસા નથી રહેતા જેના કારણે ભવિષ્યમાં તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તેમજ આવા લોકોને સમાજમાં માન-સન્માન નથી મળતું.

જો એકસાથે 28 કે 82 હોય તો

જે લોકોના મોબાઈલમાં 28 અથવા 32 એકસાથે હોય તેવા લોકોના ઘરમાં હંમેશાં બીમારીઓ આવે છે. જેના કારણે તેમને આર્થિક નુકસાન થાય છે.

67 અથવા 76 મોબાઈલ નંબર હોવા પર

જો તમારા મોબાઈલ નંબરમાં 67 અથવા 76 આવે છે તો જીવનસાથીને સ્વાસ્થ્યની સમસ્યા રહે છે. વૈવાહિક જીવન તણાવપૂર્ણ રહે છે.

79 અથવા 97 કરે છે પિતાથી દૂર

જો તમારા મોબાઈલ નંબરમાં ક્યાંય પણ 79 અથવા 97 આવે છે તો તમારા જીવનમાં સંઘર્ષ રહે છે અને આ સંઘર્ષ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી વ્યક્તિના પિતા જીવે છે. આ અંકથી લોહીની ગંભીર બીમારી પણ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

numerology ank jyotish astro tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ