astro tips nimbhu remedies do these upay it will make you rich
વિશિષ્ટ ઉપાય /
નોકરી-વેપારમાં સફળતા માટે લીંબુ બનશે લાભદાયી, જ્યોતિષ શાસ્ત્રમાં છે ખાસ ઉપાય
Team VTV05:50 PM, 18 Jun 22
| Updated: 05:54 PM, 18 Jun 22
વારંવાર જોવામાં આવ્યું છે કે માણસને મહેનતનુ ફળ મળતુ નથી. ઘણી વખત માણસનુ ભાગ્ય સાથ આપતુ નથી. એવામાં જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે. જેને કરવાથી માણસનુ સુતેલુ ભાગ્ય પણ જાગે છે.
નોકરીમાં સફળતા મેળવવા લીંબુના આ ઉપાય કરો
જ્યોતિષ શાસ્ત્રમાં આ ઉપાયો અંગે કરાયો છે ઉલ્લેખ
જીવનમાં ચાલતી સમસ્યાઓને સરળતાપૂર્વક કરાય છે દૂર
તાંત્રિક ગ્રંથમાં લીંબુના ઉપાયો અંગે ઉલ્લેખ મળે છે. જેને અપનાવવાથી જીવનમાં ચાલતી સમસ્યાઓને સરળતાપૂર્વક દૂર કરી શકાય છે.
સમસ્યાઓથી લડવા માટે અજમાવો લીંબુના ઉપાય
જો વેપારમાં વધારો થતો નથી અને નુકસાન થઇ રહ્યું છે તો શનિવારના દિવસે એક લીંબુના ચાર ટુકડા કરી લો અને તેને ચાર રસ્તા પર જઇને ચારે બાજુ લીંબુનો એક-એક ટુકડો ફેંકી દો. આમ કરવાથી વેપારમાં વધારો થશે.
કોઈ માણસને નજર લાગતા તેના માથાથી પગ સુધી 7 વખત લીંબુ ઉતારી દો. ત્યારબાદ આ લીંબુના ચાર ટુકડા કરી દો અને પછી તેને કોઈ અવાવરૂ જગ્યાએ ફેંકી દો. જેનાથી માણસની નજર ઉતરી જશે.
કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે લીંબુની ઉપર એક લવિંગ લગાવી દો. હનુમાન મંદિર જાઓ અને ત્યાં હનુમાન મંદિરનો પાઠ કરો. ત્યારબાદ હનુમાનજીને પ્રાર્થના કરો. ત્યારબાદ તે લીંબુ લઇને કાર્ય શરૂ કરો. પછી જુઓ તમને કાર્યમાં કેવીરીતે સફળતા મળે છે.
જો તમારા બનતા કામ બગડી રહ્યાં છે તો એક લીંબુ પોતાના ઉપરથી ઉતારી લો. હવે તેના બે ટુકડા કરીને એક ટુકડાને જમણી બાજુ ફેંકો અને બીજો ડાબી બાજુ. આમ કરવાથી તમારા બગડેલા કામ થઇ જશે.
નોકરી મેળવવા માટે સતત મહેનત કરી રહ્યાં છો અને પછી પણ તમને સફળતા મળતી નથી તો રાત્રે 12 વાગ્યે ચાર રસ્તા પર જઇને એક લીંબુના ચાર ટુકડા કરી દો અને ચારેય ટુકડાને ચાર દિશામાં દૂર-દૂર ફેંકી દો.