બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:45 AM, 13 July 2024
1/7
આજે શનિ અને મંગળની વચ્ચે વિધ્વંસક યોગ બની રહ્યો છે. બન્ને એક-બીજાની સાથે ચતુર્થ દશમ યોગ બનાવી રહ્યા છે. સ્વભાવથી બન્નેને ક્રૂર માનવામાં આવતા ગ્રહ જ્યારે ચતુર્થ દશમ દ્રષ્ટિથી એક બીજાને જોવે છે તો કુંભ અને મેષ જેની ઘણી રાશિઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે.
2/7
3/7
શનિદેવ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને છે. શનિવારે શનિદેવની કૃપા મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરો. શનિવારે સવારે સૌથી પહેલા ભગવાન શિવના મંદિરમાં જઈને જળાભિષેક કરો અને પૂજા કરો. ત્યાં જ બેસીને શનિ સ્ત્રોતનો પાઠ કરો અને પૂજા કરો. સાથે જ પોતાના મનમાં મનોકામનોનું પુનરાવર્તન કરો અને પૂજા કરો.
4/7
શનિવારે કાળા સુરમાને સવાર પડે તે પહેલા જ ચાર રહ્યા પર ક્યાંક કાળી માટીમાં દબાવી દો. આ ઉપાયને કરવાથી તમારા ઉપરથી શનિના અશુભ પ્રભાવ ઓછા થઈ જશે. તમને શનિ અને મંગળની વચ્ચે જે વિધ્વંસક યોગ બની રહ્યો છે તેનાથી બચવામાં મદદ મળશે. શનિની અશુભ દશામાં પણ આ ઉપાય તમારી રક્ષા કરે છે અને તમને ખરાબ પ્રભાવથી દૂર કરે છે.
5/7
શનિવારે શનિના મંત્ર ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः, ॐ शं शनिश्चरायै नमःનો જાપ કરવો જોઈએ. તેની સાથે જ શિવલિંગ પર કાળા તલ નાખીને જળ ચડાવો. જે લોકો ભગવાન શિવ અને તેમના અવતાર હનુમાનજીની પૂજા કરે છે શનિદેવ તેમનું કંઈ ખરાબ નથી કરતા અને તેમને નુકસાન પણ નથી પહોંચાડતા.
6/7
રાત્રે સવા સવા કિલો કાળા ચણા ત્રણ અલગ અલગ પાત્રોમાં પલાડી દો. શનિવારે સવારે ઉઠીને આ ચણાને સરસવના તેલમાં વધારી. પહેલા સવા કિલો ચણા ભેસને ખવડાવો અને બીજા સવા કિલો ચણા જરૂરીયાતમંદોને વહેચી દો અને ત્રીજા સવા કિલો ચણા થોડા શ્વાનને ખવડાવો અને બાદમાં કોઈ અવાવરૂ જગ્યા પર જઈ તેને દાટી દો.
7/7
શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવા કિલો સરસવના તેલને કોઈ જરૂરીયાતમંદને દાન કરવાથી તમને પુણ્ય મળશે અને શનિદેવ તમારાથી પ્રસન્ન થશે. શનિની પ્રિય વસ્તુઓમાંથી એક સરસવના તેલને માનવામાં આવે છે. તેના દાન કરવાથી તમારી અશુભ દશા દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ