બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / આરામના કરવાના ચક્કરમાં શું તમને પણ બેડ પર બેસીને ખાવાની છે આદત? તો બદલી નાખજો આ 5 આદત
Last Updated: 03:40 PM, 24 May 2024
તમે ઘણી વખત જોયુ હશે કે આળસના કારણે ઘણા લોકો બેડ પર બેસીને જ ખાય છે. તેના ઉપરાંત અમુક એવી આદતો પાળી લે છે જે શાસ્ત્રો અનુસાર તેમને કંગાળ બનાવી શકે છે. આવી અમુક આદતોના કારણે ધનની દેવી તમારાથી નારાજ થઈ શકે છે અને ઘરમાં આર્થિક તંગી સહિત ઘણી મુશ્કેલી હંમેશા બની રહે છે.
ADVERTISEMENT
બેડ પર ન કરો ભોજન
ADVERTISEMENT
શાસ્ત્રો અનુસાર ઘર પર બેડ પર બેસીને ભોજન ભૂલથી પણ ન કરવું જોઈએ. આ આદતને તરત બદલી લેવી જોઈએ નહીં તો તમને વાસ્તુ દોષના નકારાત્મક પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. તેનાથી ઘરની સુખ-શાંતિ જતી રહેશે અને મોટાભાગે ઘરના સદસ્યોમાં વાદ-વિવાદ થતા રહે છે. તેના ઉપરાંત માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે અને ધન-ધાન્યની કમીનો સામનો કરવો પડી શકે છે.
કિચનમાં ન મુકી રાખો એંઠા વાસણ
ઘણા લોકો રાત્રે ભોજન કર્યા બાદ વાસણ સિંકમાં જ મુકી રાખે છે. શાસ્ત્રો અનુસાર આ આદતના કારણે તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. રાત્રે ભોજન કર્યા બાદ વાસણને સાફ કરીને જ મુકવા જોઈએ. નહીં તો માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે.
સૂર્યાસ્ત બાદ ન કરો લેવડ-દેવડ
સૂર્યાસ્ત બાદ ધનની લેવડ દેવડ કરવાથી બચવું જોઈએ. તેનાથી તમને જીવનમાં દેવાનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ધન હાનીની પણ સંભાવના ખૂબ વધી જાય છે.
રાત્રે ન ધુઓ કપડા
ઘણા લોકો મોટાભાગે કપડાને રાત્રે ધોવે છે. શાસ્ત્રો અનુસાર રાત્રે કપડા ધોવા અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી વધે છે. સાથે જ ઘરની સુખ-શાંતિ જતી રહે છે. જેનાથી લડાઈ ઝગડાની સંભાવના વધી જાય છે.
રાત્રે કચરો ન વાળો
ધાર્મિક શાસ્ત્રોમાં કચરાને ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આજ કારણ છે કે સૂર્યાસ્ત બાદ કચરો વાળવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે અને દરિદ્રતાનો વાસ થઈ શકે છે. ભૂલથી પણ સૂર્યાસ્ત બાદ કે રાત્રે કચરો ન વાળવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.