આ મંદિરમાં ચોરી કરવાથી પૂરી થાય છે ભક્તોની તમામ મનોકામનાઓ

By : juhiparikh 09:46 AM, 14 March 2018 | Updated : 09:46 AM, 14 March 2018
દેશભરમાં અનેક ચમત્કારી મંદિરો આવેલા છે, જેની વાસ્તુકળાથી લઇને સ્વર્ણિમ ઇતિહાસ આપણને ચોંકાવી દેનારો હોય છે. મોટાભાગના મંદિરોમાં 16મી સદી પહેલા બનેલા છે. ભારતમાં એક અનોખું મંદિર છે જ્યાં ચોરી કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે, આજે અમે તમને જણાવીશું આ મંદિરથી જોડાયેલી મહત્વની વાતો...

ક્યાં આવેલું છે આ અદ્ભુત મંદિર:

આ મંદિર રૂડકીના ચુડિયાલા ગામમાં  પ્રાચીન સિદ્વપીઠ ચૂડામણિ દેવીનું એક ચમત્કારી મંદિર આવેલું છે. જ્યાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. એવી માન્યતા છે કે અહીં બધાની મનોકામના પૂર્ણ થાય છે. લોક માન્યતા અનુસાર આ મનોકામના ત્યારે પૂરી થાય છે જ્યારે તમે ચોરી કરો છો.

શું છે આ પાછળનું પ્રચલિત લોકકથા:

ભગવાન શિવ જે સમયે સતીના મૃત શરીરને ઉઠાવાની લઇ જઇ રહ્યા હતા, તે સમયે માતા સતીનો ચૂડલો આ જંગલમાં પડી ગયો હતો. ત્યાર બાદ માતાની પિંડીને સ્થાપિત કર્યા બાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ 1805માં લંઢૌરા રિયાસતના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.

એટલા માટે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું:

એવું પણ કહેવામાં આવે છે કે એક વખત રાજાને શિકાર દરમિયાન જંગલમાં માતાના પિંડીના દર્શન થયા. તે રાજાનો કોઈ પુત્ર નોહતો, તો રાજાએ માતા પાસે પુત્ર-પ્રાપ્તિનું વરદાન માગ્યું અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ. ત્યાર બાદ રાજાએ મંદિરનું નિર્માણ કરાવ્યું.

અનોખી છે અહીંયાની માન્યતા:

આ મંદિરમાં દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ઘાળુઓ આવે છે, એવામાં મોટેભાગે લોકો પુત્ર- પ્રાપ્તિ માટે દર્શન કરવા માટે આવી છે. વાસ્તવમાં માન્યતા છે કે, પુત્ર રત્નની પ્રાપ્તિ માટે આ મંદિરમાં આવી માતાના ચરણોમાં રાખેલા લોકડા(લાકડાની ગડ્ડી)ની ચોરી કરીને પોતાની સાથે લઈ જવાની હોય છે. મંદિરમાંથી ચોરી કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

મનોકામના પૂરી થયા બાદ પુત્ર સાથે દર્શનને આવે:

સામાન્ય રીતે ચૂડામણિ દેવીના દરબારમાં પુત્ર પ્રાપ્તિ માટે ચોરી કરીને લઈ ગયેલા લોકડા સાથે અન્ય એક લોકડા પોતાના પુત્રના હાથે મંદિરમાં ચડાવવામાં આવે છે. આ પ્રથા સદીઓથી ચાલતી આવે છે. રસપ્રદ વાત એ છે કે આ પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. આજ કારણથી ગામની દિકરીઓ લગ્ન પછી આ મંદિરમાં આવેલી લોકડા(લાકડાની ગડ્ડી) ચઢાવવાનું નથી ભૂલતી અને પોતાના સુખી વૈવાહિક જીવનની સાથે જ પુત્ર રત્નની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે.

નવરાત્રિમાં ભક્તોનું ઘોડાપૂર:

ઉત્તરાખંડમાં આવેલા આ પ્રાચીન મંદિરમાં શ્રદ્ઘાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજ કારણથી હજારોની સંખ્યામાં લોકો માતાના દર્શન કરવા માટે દુરથી આવે છે. જોકે નવરાત્રિમાં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.Recent Story

Popular Story