બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / AstraZeneca vaccine booster shot effective against Omicron, says new study

મહામારી / આખરે ઓમિક્રોનનો તોડ મળ્યો ખરો! આ વેક્સિન આપશે સંપૂર્ણ રક્ષણ, કંપનીનો મોટો દાવો

Hiralal

Last Updated: 02:44 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના લેબ સ્ટડીના ડેટાને આધારે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે તેની ત્રણ ડોઝવાળી વેક્સિન ઓમિક્રોનની સામે સંપૂર્ણ રક્ષણ આપી શકે છે.

  • બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાનો દાવો 
  • તેની ત્રણ ડોઝવાળી વેક્સિન ઓમિક્રોનની સામે સંપૂર્ણ રક્ષણ આપશે
  • ઓક્સફોર્ડ યુનિવર્સિટીના લેબ સ્ટડીમાં ડેટા પરથી થયો ખુલાસો 

કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે ઝઝુમી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. ઓમિક્રોન કોરોનાની તમામ વેક્સિનને થાપ આપવામાં માહેર છે તેવી ખબરોની વચ્ચે હવે વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન સહિત કોરોનાના તમામ વેરિયન્ટની સામે કારગર સુપર વેક્સિન વિકસાવી હોવાની ખબર છે. બ્રિટનની વેક્સિન બનાવનાર કંપની એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે તેની ત્રણ ડોઝ વાળી વેક્સિન કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે રક્ષણ આપી શકે છે.એસ્ટ્રાજેનેકાએ જણાવ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના લેબ સ્ટડીમાં ડેટા પરથી જણાયું છે કે  એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન ઓમિક્રોનની સામે અસરકારક છે અને તે સંપૂર્ણપણે રક્ષણ આપી શકે છે. 

અમેરિકાની કંપનીએ વિકસાવી ઓમિક્રોનની ફાઈનલ વેક્સિન 
અમેરિકાના મેગેઝિન ડિફેન્સ વનના રિપોર્ટ અનુસાર, મિલિટરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાના તમામ વેરિયન્ટની સામે અસરકારક વેક્સિન તૈયાર કરી છે અને હાલમાં તેની ટ્રાયલ ચાલી રહી છે, આ વેક્સિનને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.  સેનાએ 2020ની શરૂઆતમાં સ્પાઇક ફેરિટિન નેનોપાર્ટિકલ્સ (એસપીએફએન) આધારિત રસીનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

સિંગલ ડોઝ લેવાથી કોરોના અને તેના તમામ વેરિયન્ટની સામે રક્ષણ

આ કહેવાતી સુપર વેક્સિનનો સિંગલ ડોઝ  કોરોના અને તેના તમામ વેરિયન્ટની સામે રક્ષણ આપશે તેવો કંપનીનો દાવો છે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેક્સિનને થાપ આપવામાં માહેર હોવાનો નિષ્ણાંતોનો દાવો છે પરંતુ આ સુપર વેક્સિન એક ડોઝમાં જો ઓમિક્રોનનું કામ તમામ કરી નાખશે. 

ક્યારે આવશે માર્કેટમાં 
મિલિટરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી થોડા દિવસમાં આ વેક્સિન માર્કેટમાં આવી શકે છે હાલમાં તેના પ્રથમ તબક્કાની ટ્રાયલ પૂરી થઈ છે અને તેના પરિણામો ઘણા સારા મળ્યાં છે. 

સુપર વેક્સિન કેટલી કારગર
ચેપી રોગોના વિભાગના ડાયરેક્ટર ડો. કેવોન મોજરાડે જણાવ્યું કે આ વેક્સિન કોરોનાના તમામ વેરિયન્ટની સામે અસરકારક છે અને ઓમિક્રોન તેમાંથી છટકી નહીં શકે. 

હાલમાં કોરોનાની કેટલી વેક્સિન ઉપલબ્ધ 
હાલમાં ફાઇઝર, મોર્ડના, એસ્ટ્રા જેનેકા, ભારત બાયોટેક, સિનોફોર્મ અને આરડીઆઈએફ સહિતની બીજી કેટલીક કોરોના વેક્સિન ઉપલબ્ધ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Omicron Covid variant corona vaccine india corona ઈન્ડીયા કોરોના ઓમિક્રોન કોવિડ વેરિયન્ટ કોરોના વેક્સિન Corona Vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ