બ્રેકિંગ ન્યુઝ
VTV / Astrazeneca gets regulator's nod to resume Oxford vaccine trial in UK
Kavan
Last Updated: 09:16 PM, 12 September 2020
ADVERTISEMENT
મહત્વનું છે કે એક સ્વયંસેવકની તબિયત લથડતા પહેલા યુકેમાં અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં એસ્ટ્રાઝેનેકા વૅક્સિનનું ટ્રાયલ (AstraZeneca Coronavirus Vaccine Trial) અટક્યું હતું. રસીના ટ્રાયલની ફરી મંજૂરી મળ્યાં બાદ ઑક્સફર્ડે કહ્યું કે MHRAને ભલામણ કરી હતી કે સુરક્ષા ડેટાની સમીક્ષા કર્યા બાદ ફરી ટ્રાયલ શરૂ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ રસીના ટ્રાયલને 6 સપ્ટેમ્બરના રોજ રોકી દેવામાં આવી હતી.
પ્રતિબંધને બ્રિટીશ નિયમનકારોની મંજૂરી
ADVERTISEMENT
એસ્ટ્રાઝેનેકાએ શનિવારે કહ્યું હતું કે બ્રિટનમાં વૉલિંટિયર બીમાર પડ્યા પછી કોરોના વાયરસ રસીના ટ્રાયલ પર લાદવામાં આવેલા પ્રતિબંધને બ્રિટીશ નિયમનકારોની મંજૂરી મળી છે.
પરીક્ષણ કરવું સુરક્ષિત
રસીનું ટ્રાયલ ફરી શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, 'એસ્ટ્રાઝેનેકા ઑક્સફર્ડ કોરોના વાયરસ વેક્સિન, AZD1222 માટેની ક્લિનિકલ ટ્રાયલ્સને મેડિસિન હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટી (MHRA) દ્વારા સંમતિ આપવામાં આવી છે. જે યુકેમાં ફરી શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે તપાસ મુજબ રસીનું પરીક્ષણ કરવું સુરક્ષિત છે. આ રસી વિશ્વભરની 9 રસીઓમાં શામેલ છે જે હાલમાં તેમના ત્રીજા તબક્કામાં છે.
એસ્ટ્રાઝેનેકાએ અગાઉ જાહેરાત કરી હતી કે એક વૉલિંટિયર બીમાર થવાના કારણે તે સ્વૈચ્છિક પોતાની આ ટ્રાયલ બંધ કરી રહ્યું છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટે ભારતમાં પરીક્ષણ બંધ કર્યુ હતું
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII) એ ગુરુવારે કહ્યું કે તે કોવિડ -19 માટે સંભવિત રસીનું તબીબી પરીક્ષણ બંધ કરી રહ્યું છે. સીરમે આ રસીના એક અબજ ડોઝ બનાવવા માટે સમજૂતી કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને હાલમાં ભારતનું પરીક્ષણ મોકૂફ કરી રહ્યા છીએ. માત્રા અનુસાર જોઈએ તો સીરમ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે.
SII તરફથી આવું કહેવાના એક દિવસ બાદ તેમણે કહ્યું કે ભારતમાં ટ્રાયલ ચાલુ રહેશે. આ પહેલા બ્રિટનની દવા નિર્માતા કંપની એસ્ટ્રાઝેનેકાના ટ્રાયલમાં શામેલ એક સ્વૈચ્છિક પ્રતિભાગીના બીમાર થવાથી પરીક્ષણ રોકી દેવાયું હતું. જો કે સીરમે કહ્યું કે ભારતમાં તેનું પરીક્ષણ ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.