બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:24 AM, 11 February 2021
ADVERTISEMENT
બુધવારે WHOની પેનલે કહ્યું કે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન સુરક્ષિત અને પ્રભાવી છે અને તેનો ઉપયોગ મોટા સ્તરે કરાશે. તેના ઉપયોગ એ દેશોમાં થવો જોઈએ જ્યાં સાઉથ આફ્રિકાના કોરોના વેરિએન્ટે વેક્સીનના પ્રભાવને ઘટાડ્યો છે. કોરોના વાયરસ સામે લડવા માટે ઓક્સફર્ડ/એસ્ટ્રાજેનેકા તરફથી બનાવાયેલી કોરોના વેક્સીનના વ્યાપક ઉપયોગને WHOએ મંજૂરી આપી છે. WHOની પેનલે આ મંજૂરી એ સમયે આપી છે જ્યારે સાઉથ આફ્રિકામાં તેને લઈને સવાલો કરાયા હતા.
ADVERTISEMENT
આ વેક્સીનના 2 ડોઝ જરૂરી રહેશે
બુધવારે WHOએ એસ્ટ્રાજેનેકાની સુરક્ષિત અને પ્રભાવી વેક્સીનનો ઉપયોગ મોટા પાયે થાય તેવું કહ્યું છે. સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટને ઓછો કરવામાં તેનો ઉપયોગ થવો જોઈએ. WHOના સ્ટ્રેટજિક એડવાઈઝરી ગ્રૂપ ઓફ એક્સપર્ટ ઓન ઈમ્યુનાઈઝેશને કહ્યું કે આ વેક્સીનના 2 ડોઝ જરૂરી રહેશે. અને સાથે કહ્યું કે 8-12 અઠવાડિયાના અંતરાલમાં આ ડોઝ આપવામાં આવશે. પેનલે કહ્યું કે આ વેક્સીન 65 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે પણ સુરક્ષિત છે.
કોરોનાના વેરિઅન્ટ સામે ઓથી અસરકારક છે વેક્સીન
મળતી માહિતી અનુસાર એસ્ટ્રાજેનેકા વેક્સીનના પ્રભાવને લઈને સાઉથ આફ્રિકા જેવા દેશમાં સવાલો થઈ રહ્યા છે, પણ આ દેશોમાં પણ વેક્સીનને લઈને રોક લાગવી જોઈએ નહીં. અહીં કોરોનાના નવા વેરિએન્ટ મળ્યા છે. જેની વિરુદ્ધમાં વેક્સીનની અસર ઓછી જોવા મળી છે. આ દેશોમાં વેક્સીન પર રોક લગાવવાનું કોઈ કારણ મળી રહ્યું નથી. સાઉથ આફ્રિકાએ વેક્સીનના ઓછા પ્રભાવના કારણે તેની પર રોક લગાવી હતી. WHOએ કહ્યુ કે કોવેક્સીન સાથે થયેલા કરાર મુજબ ફેબ્રુઆરીની મધ્યમાં રિવ્યૂ બાદ તેને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી અપાશે.
સાઉથ આફ્રિકામાં વેક્સીન પર લાગી હતી રોક
ઉલ્લેખનીય છે કે હાલમાં સાઉથ આફ્રિકામાં એસ્ટ્રાજેનેકા વેક્સીનના ઉપયોગ પર રોક લાગી હતી. અહીં કોરોના વાયરસના 501Y.V2 વેરિએન્ટની વિરુદ્ધમાં વેક્સીન અસરકારક સાબિત થઈ નથી સામાન્યથી ગંભીર બીમાર લોકો પર વેક્સીન અસર કરી રહી નથી. સાઉથ આફ્રિકાના સિવાય ફ્રાંસ અને જર્મનીએ પણ 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને આ વેક્સીન આપવા પર રોક લગાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.