બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વિશ્વ / Daily Horoscope / asteroid four times bigger than qutubminar will flyby earth in next-two days 2010ny65

આફત / કોરોના વાયરસ બાદ ધરતી તરફ આવી રહી છે આ મોટી આફત, બસ 2 દિવસ બાકી છે

Last Updated: 01:52 PM, 22 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર બે દિવસ પછી પૃથ્વીની બાજુથી ખૂબ મોટો એસ્ટરોઇડ પસાર થશે. આ એસ્ટરોઇડ દિલ્હીના કુતુબ મિનારથી ચાર ગણો અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ત્રણ ગણો મોટો છે. જૂનમાં પૃથ્વી પરથી પસાર થનારું આ ત્રીજો એસ્ટોરોઈડ છે. આ અગાઉ 6 અને 8 જૂને એસ્ટરોઇડ પૃથ્વીની બાજુંથી પસાર થયા હતા.

  • આ એસ્ટરોઇડ દિલ્હીના કુતુબ મિનારથી ચાર ગણો મોટો છે
  • આ એસ્ટરોઇડ  સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ત્રણ ગણો મોટો છે 
  • એસ્ટરોઇડનું નામ 2010 એનવાય 65 છે. તે 1017 ફુટ લાંબો છે

આ એસ્ટરોઇડનું નામ 2010 એનવાય 65 છે. તે 1017 ફુટ લાંબો છે. એટલે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા લગભગ ત્રણ ગણો અને કુતુબ મિનારથી ચાર ગણો મોટો છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 310 ફુટ અને કુતુબ મિનાર 240 ફુટ લાંબો છે.

આ એસ્ટરોઇડ 46,400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે. આ એસ્ટરોઇડ 24 જૂને બપોરે 12.15 વાગ્યે પૃથ્વીની નજીકથી પસાર થશે.  યુએસ સ્પેસ એજન્સી નાસાના અંદાજ મુજબ તે પૃથ્વીથી આશરે 37 લાખ કિલોમીટર દૂરથી નીકળશે.

નાસાના વૈજ્ઞાનિકો તે તમામ એસ્ટરોઇડને પૃથ્વી માટેનો ખતરો માને છે જે પૃથ્વીથી 75 લાખ કિલોમીટરના અંતરથી પસાર થાય છે. આ ઝડપથી પસાર થનારા ગતિશીલ અવકાશી પદાર્થોને ખગોળીય ગોળાને નીયર અર્થ ઓબ્જેક્ટ્સ (એનઇઓ) કહેવામાં આવે છે.

સૂર્યની આસપાસ ફરતા નાના અવકાશી પદાર્થોને એસ્ટરોઇડ અથવા ક્ષુદ્રગ્રહ કહેવામાં આવે છે. આ મુખ્યત્વે મંગળ અને ગુરુ વચ્ચેના રહેલા એસ્ટરોઇડ પટ્ટામાં જોવા મળે છે. કેટલીકવાર આનાથી પૃથ્વીને પણ નુકસાન પહોંચે છે. 

જૂનમાં એસ્ટરોઇડ પસાર થવાની આ ત્રીજી ઘટના છે. પ્રથમ ગ્રહ પૃથ્વી પરથી 6 જૂને પસાર થયો હતો. તેનો વ્યાસ 570 મીટર હતો. તે પૃથ્વીની બાજુમાંથી 40,140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયો હતો. તેનું નામ 2002 એનએન 4 હતુ.

આ પછી 8 જૂનનો એસ્ટરોઇડ 2013 X22 એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. તેની ગતિ પ્રતિ કલાક 24,050 કિલોમીટર હતી. આ ધરતીથી લગભગ 30 લાખ કિલો મીટર દૂરથી પસાર થયો હતો.

ઉલ્લેખનીય છે કે 2013 માં ચેલ્યાબિંસ્ક એસ્ટરોઇડ રશિયામાં પડ્યો હતો. તેના પડવાથી 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. હજારો મકાનોની બારી અને દરવાજા તુટી ગયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Asteroid Earth qutubminar એસ્ટરોઈડ કુતુબ મિનાર પૃથ્વી asteroid
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ