બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / અંતરીક્ષની ઘટના પર ટેન્શનમાં વૈજ્ઞાનિકો, નાની વસ્તુ બદલી શકે છે રુટ, પૃથ્વી પર કેટલો ખતરો?

ખગોળીય ઘટના / અંતરીક્ષની ઘટના પર ટેન્શનમાં વૈજ્ઞાનિકો, નાની વસ્તુ બદલી શકે છે રુટ, પૃથ્વી પર કેટલો ખતરો?

Last Updated: 11:26 AM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાય છે, તો તે મોટા વિનાશનું કારણ બની શકે છે. કહેવાય રહ્યું હતું કે એસ્ટરોઇડ એપોફિસ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવા જઈ રહ્યો છે, જો કે અવકાશમાં નાની અથડામણ પણ એસ્ટરોઇડના માર્ગને બદલી શકે છે.

એસ્ટરોઇડ લાંબા સમયથી પૃથ્વી માટે જોખમી માનવામાં આવે છે અને જો ક્યારેય કોઈ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાય છે, તો તે વિનાશનું કારણ બની શકે છે. એવું કહેવાય છે કે એકવાર એક એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાયો, જેના પછી ડાયનાસોર લુપ્ત થઈ ગયા હતા.

asteroid

એવામાં હાલ એવું કહેવાય રહ્યું છે કે એસ્ટરોઇડ એપોફિસ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવા જઈ રહ્યો છે, જેના કારણે તેના પ્રત્યે વૈજ્ઞાનિકોની રુચિ વધી ગઈ છે. 99942 એપોફિસ નામના એસ્ટરોઇડ વિશે અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે તેની પૃથ્વી સાથે ટકરાવાની શક્યતાઓ ઘણી ઓછી છે. જો કે, હાલ નવી સ્ટડીમાં એવું જણાવવામાં આવ્યું છે કે અવકાશમાં નાની અથડામણ પણ એસ્ટરોઇડના માર્ગને બદલી શકે છે.

PROMOTIONAL 11

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આવી ઘટના બનવાની અને પૃથ્વી તરફ એસ્ટરોઇડના માર્ગમાં ફેરફાર થવાની સંભાવના લગભગ બે અબજમાંથી એક છે. આ એપોફિસ એસ્ટરોઇડને તેનો માર્ગ બદલવા માટે, ઓછામાં ઓછા 3.4 મીટરના કદના નાના પદાર્થને 510 મીટર પ્રતિ સેકન્ડથી વધુની ઝડપે એસ્ટરોઇડ સાથે અથડાવું પડશે.

પૃથ્વીની નજીકથી પસાર થતા એસ્ટરોઇડની અથડામણની શક્યતા ઘણી વખત વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એવું ક્યારેય બન્યું નહીં. હવે એવું કહેવાય રહ્યું છે કે એક એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થશે. આ એસ્ટરોઇડ એપોફિસને વિનાશનો દેવતા પણ કહેવામાં આવે છે.

વધુ વાંચો: દેશના સૌથી યુવા IPS બન્યા હતા ગુજરાતી, ખાલી પેટ ઊંઘતા, આજે યુવાધનના છે આઈડલ

પહેલા કહેવાય રહ્યું હતું કે વર્ષ 2029માં આ એસ્ટરોઇડ નજીકથી પસાર થશે પણ હાલની એક સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે કે જો અવકાશમાં નાની અથડામણને કારણે એસ્ટરોઇડનો માર્ગ થોડો બદલાઈ જાય તેની પૃથ્વી પર પાછા ફરવાની સંભાવના ઘણી ઓછી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asteroid Apophis Big Danger Asteroid Apophis News Asteroid News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ