coronavirus / કોરોના વાયરસને કારણે ચીનની અર્થવ્યવસ્થા ખોરવાઈ, ભારતને મળી શકે છે આ મોટી તક

assocham india can fill up export market space vacated by china due to coronavirus

કોરોના વાયરસના કારણે ચીનની અર્થવ્યવસ્થાને ભારે અસર પહોંચી છે. ચીનની તમામ મોટી કંપનીઓ બંધ છે. ત્યારે ઉદ્યોગ મંડળ એસોચેમનું માનવું છે કે વાયરસના કારણે વૈશ્વિક નિકાસ બજારમાં ચીનનું ખાલી સ્થાન ભારત લઈ શકે છે. એસોચેમે કહ્યું કે ભારત ઈલેક્ટ્રોનિક્સ, ફોર્માસ્યુટિકલ્સ, વિશેષ પ્રકારનું કેમિકલ અને વાહન નિકાસના રો મટિરીયલ માટે ચીન પર નિર્ભર છે. પરંતુ ઘણા એવા સેક્ટર છે જેમાં સ્થાનિક કારોબારીઓને તક મળી શકે છે. ભારત મોટી સંખ્યામાં એન્જિનિયરિંગ નિકાસ દ્વારા ચીનનું સ્થાન મેળવી શકે છે. બીજી તરફ ચામડાના ઉદ્યોગમાં ચીનનું સ્થાન મેળવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ