બ્રેકિંગ ન્યુઝ
VTV / assembly election result 2019 jagan mohan reddy ysr congress set to win in andhra pradesh
Last Updated: 03:10 PM, 23 May 2019
રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ હાર સ્વીકારી લીધી છે. એમણે સાંજ સુધીમાં રાજીનામું આપશે. વર્ષ 2014માં ચંદ્રબાબૂ નાયડૂની ટીડીપી સત્તામાં આવી હતી. અહીં 2014માં થયેલા ચૂંટણી બાદ ટીડીપીના હિસ્સામાં 102 સીટ મળી હતી. વાઇએસઆર કોંગ્રેસને 67 સીટ, ભારતીય જનતા પાર્ટીને 4 સીટ અને નવોદયમને એક અને એક અપક્ષને મળી હતી.
ADVERTISEMENT
મુખ્ય પાર્ટીઓમાં ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસ હતી. આ વખતે ચૂંટણીમાં તેલુગુ ફિલ્મોના અભિનેતા પવન કલ્યાણની જનતા સેના પાર્ટી પણ મેદાનમાં ઉતરી હતી. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસે પણ સરકાર બનાવવાની ભરપૂર કોશિશ કરી. પરંતુ લોકોનો ઝુકાવ સ્થાનિય પાર્ટીઓ તરફ રહ્યો.
ADVERTISEMENT
આંધ્રપ્રદેશમાં આ વખતે સ્થિતિ ગત ચૂંટણીથી ઘણી અલગ છે. 2014માં ટીજેડીપી અને ભાજપની ગઠબંધન સરકાર હતી. આ ગઠબંધનને જેએસપીએ પણ પૂર્ણ સમર્થન આપ્યું હતું. જોકે એ સમયે જેએસપીએ કોઇ સીટ પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા નહોતા. આ વખતે આ પાર્ટી કોઇને પણ નુકશાન પહોંચાડી શકે છે.
લોકસભા ચૂંટણી 2019માં ટીડીપી અને ભાજપ રાજનીતિક સંબંધ તોડી મેદાનમાં ઉતરી. મતલબ કે તેમનું ગઠબંધન નથી. જેએસપી-બસપા, સીપીઆઇ અને સીપીએમ સાથે ગઠબંધન કર્યા બાદ પહેલી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ પણ અહીં એકલી જ ચૂંટણી લડી રહી છે. વાઇએસઆર કોંગ્રેસની સ્થિતિ પહેલા કરતા ઘણી મજબૂત થઇ છે. પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ જનતા માટે 'પ્રજા દરબાર' જેવી નવી શરૂઆત કરી. જ્યાં તેમણે ખેડૂત, વિદ્યાર્થીઓ અને ગ્રામિણોની મુશ્કેલીઓ સાંભળી. ત્યારે રેડ્ડીનું કહેવું છે કે જો તેમની વિશેષ રાજ્ય વાળી વાત માનવામાં આવે છે તો, તેમની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.