બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈ મોટું અપડેટ, જાણો ક્યારે જાહેર થશે તારીખો
Last Updated: 02:31 PM, 11 October 2024
Assembly Election 2024 : દેશમાં લોકસભા ચૂંટણી બાદ હવે ક્રમબદ્ધ રીતે અલગ-અલગ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ રહી છે. તાજેતરમાં જ હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીઓ પૂરી થયા પછી હવે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન સૂત્રોને ટાંકીને એવા સમાચાર છે કે, ચૂંટણી પંચ આગામી સપ્તાહે તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ ઉત્તર પ્રદેશ અને વાયનાડની સાથે ઝારખંડ અને મહારાષ્ટ્રની પેટાચૂંટણી માટે પણ ટાઈમ ટેબલ આપી શકે છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે ચૂંટણી?
ADVERTISEMENT
કમિશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી માટે લગભગ ચાલીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, અહીં 26 નવેમ્બર પહેલા ચૂંટણી યોજવામાં આવશે. તેથી ચૂંટણીની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
યુપી અને વાયનાડમાં પેટાચૂંટણી ક્યારે?
ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ઉત્તર પ્રદેશ અને વાયનાડમાં યોજાનારી પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરે તેવી અપેક્ષા છે. જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી તે જ સમયે તેમણે કહ્યું હતું કે, ઘણા રાજ્યોમાં કુદરતી આફત આવી છે જેના કારણે પેટાચૂંટણીની તારીખ હજુ જાહેર કરી શકાય નહીં. સ્થિતિ સામાન્ય થતાં જ ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની સાથે પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરે તેવી શક્યતા છે.
વધુ વાંચો : ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનશે નોએલ ટાટા, જાણો તેમના વિશે તમામ વાતો
ઝારખંડમાં ચૂંટણી ક્યારે યોજાશે?
ઝારખંડની વાત કરીએ તો અહીંની વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થશે. આવી સ્થિતિમાં ઝારખંડમાં ચૂંટણીની તારીખ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચૂંટણી પંચ તમામ બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવી શકે છે જ્યાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.