વિધાનસભાનું બજેટ સત્ર: વિવિધ મુદ્દાઓને લઇને સરકારને ઘેરવા કોંગ્રેસ મૂડમાં

By : kavan 09:44 AM, 19 February 2019 | Updated : 09:46 AM, 19 February 2019
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ થશે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા લોકોને રિઝાવવા માટે સરકાર દ્વારા બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.

આ બજેટ દરમિયાન વિપક્ષ પણ સરકારને ઘેરવાના મૂડમાં છે. વિધાનસભાના સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ બનાવી છે. કોંગ્રેસ ખેડૂતોના દેવા માફી, બેરોજગારી મુદ્દે આક્રમક બનશે. સાથે જ પીવાના અને સિંચાઈના પાણીનો મુદ્દો પણ કોંગ્રેસ માટે મહત્વનો મુદ્દો છે.

આજે 2019-20ના અંદાજપત્રની રજૂઆત કરવામાં આવશે. 20 ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે તો 21 ફ્રેબ્રુઆરીએ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. 21 ફેબ્રુઆરીએ લેખાનુદાન પર ચર્ચા અને મતદાન પણ થશે. 

જ્યારે અંતિમ દિવસે એટલે કે, 22 ફેબ્રુઆરીએ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ થશે. મહત્વનું છે કે, કોંગ્રેસે ભાજપ સરકારે વિવિધ મુદ્દે ઘેરવા રણનીતિ બનાવી છે. જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં પેપર કાંડ  અને ખેડૂત સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

લેખાનુદાનમાં શું થઇ શકે જાહેરાત
લેખાનુદાનમાં 4 મહિનાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે
લેખાનુદાનમાં થઈ શકે છે રોજગારલક્ષી મહત્વની જાહેરાત 
ખેડૂતોની નારાજગી દૂર કરવા ખેડૂતલક્ષી જાહેરાત થવાની શક્યતા
કપેયેલા વીજ કનેક્શનના ફરી જોડાવાની જાહેરાતની થઈ શકે છે અમલવારી
શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ મુદ્દે થઈ શકે છે મહત્વની જાહેરાત
શહેરી વિકાસ અને સરકારી આવાસ બાબતે થઈ શકે છે મહત્વની જાહેરાત

નીચેના મુદ્દાઓ પર કોંગ્રેસ સરકારને ઘેરવાના મૂડમાં
ખેડૂતોની દેવા માફી સહિતના મુદ્દાઓ
બેરોજગારી મુદ્દે કોંગ્રેસ બનશે આક્રમક
પીવાના અને સિંચાઇના પાણીનો મહત્વનો મુદ્દોRecent Story

Popular Story