વિધાનસભા ગૃહમાં બઘડાટી મામલે પરેશ ધાનાણીના સરકાર પર મોટા આરોપ

By : admin 05:03 PM, 14 March 2018 | Updated : 05:03 PM, 14 March 2018
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે મારમારી સર્જાઇ હતી. જે મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું. ધાનાણીએ ભાજપ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપની ટ્રેઝરી બેન્ચના સભ્યો વારંવાર કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હતા. અને વારંવાર અભદ્ર ગાળો આપી રહ્યા હતા. ગાળો ન સાંભળી શકતા કોંગ્રેસના ધારાસભ્યોએ હાથ ઉપાડયો હતો.

તો ભાજપના ધારાસભ્યો દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને હરેન પંડયાવાળી થશે તેવી ધમકીઓ પણ ગૃહમાં આપવામાં આવી. વધુમાં ધાનાણીએ જણાવ્યું કે, ભાજપ સરકારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચી ધમકીઓ આપી જે ખુબ કલંકીત છે.Recent Story

Popular Story