Assam NRC list data goes offline from official website
આસામ /
SC ના આદેશ બાદ જાહેર કરાયેલી NRC ની માહિતી થઇ ગાયબ, ગૃહ મંત્રાલયે આપ્યો આ જવાબ.....
Team VTV11:49 AM, 12 Feb 20
| Updated: 11:58 AM, 12 Feb 20
આસામમાં NRC નો ઓગસ્ટમાં જાહેર કરવામાં આવેલ ફાઇનલ ડાટા નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC) ની વેબસાઇટ પરથી ગાયબ થઇ ગયો છે. આ ડાટા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવ્યો હતો.
આસામમાં NRC નો ફાઇનલ ડાટા વેબસાઇટ પરથી થયો ગાયબ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કરાયો હતો જાહેર
ટેકનિકલ ખામીના કારણે કલાઉડથી થયો ગાયબ
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે ડાટા સુરક્ષિત છે અને કેટલીક ટેકનિકલ ખામીના કારણે કલાઉડથી ગાયબ થઇ ગયો છે. આ સાથે ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે આ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવામાં આવશે.
Ministry of Home Affairs (MHA) on Assam NRC list data going offline from the official website: NRC data is safe, there is some technical issue in visibility on Cloud. It is being resolved soon. pic.twitter.com/hGJnOGjmVf
જ્યારે NRC ના અધિકારીએ જણાવ્યું છે કે ડાટા એટલા માટે વેબસાઇટ પરથી ગાયબ થયો કારણ કે આઇટી કંપનીનો કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવ્યો નહોતો. આસામમાં વિપક્ષ પાર્ટીએ તેને ખરાબ કૃત્ય ગણાવ્યું છે.
31 ઓગસ્ટ, 2019ના રોજ અંતિમ યાદી પ્રકાશિત થયા બાદ NRC માં ભારતીય નાગરિકોનો સમાવેશ અને બહાર થવાને લઇને સંપૂર્ણ જાણકારી આ સત્તાવાર વેબસાઇટ www.nrcassam.nic.in પર અપલોડ કરવામાં આવી હતી. ડાટા એવા સમયે ગાયબ થયો છે જ્યારે આસામમાં અંતિમ NRC યાદી ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નથી.
આસામમાં ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ માટે લાવવામાં આવેલી આ યાદીમાં 19 લાખ લોકો બહાર છે, જેને પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જે લોકોના નામ NRC માં નથી તેઓ પાસે છેલ્લા કાનૂની વિકલ્પના ઉપયોગ સુધી વિદેશી જાહેર કરી શકાય નહીં.