બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:00 PM, 18 June 2024
આખી આસામ પોલીસને શોકમાં ધકેલી દેતી ઘટનામાં રાજ્યના ગૃહ સચિવ આઈપીએસ ઓફિસર શિલાદિત્ય ચેતિયાએ આપઘાત કરી લીધો છે. ચેતિયાએ રાજધાની ગુવહાટીની પ્રાઈવેટ હોસ્પિટલના આઈસીયુમાં પોતાની સર્વિસ રિવોલ્વર લમણે મૂકીને ગોળી મારી દીધી હતી. હકીકતમાં આ હોસ્પિટલમાં તેમની પત્નીનું કેન્સરને કારણે અવસાન થતાં તેઓ ગમમાં આવી ગયાં હતા અને આ પગલું ભરી લીધું હતું.
ADVERTISEMENT
સર્વિસ રિવોલ્વરથી આપઘાત
આસામના ડીજીપી જીપી સિંહે એક્સ પર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે ગૃહ અને રાજકીય સચિવ શિલાદિત્ય ચેતિયાએ આજે સાંજે પોતાનો જીવ લઈ લીધો છે. તેઓ 2009 બેચના IPS અધિકારી હતા. લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલી પત્નીના અવસાન બાદ તેમણે આ પગલું ભર્યું હતું. સમગ્ર આસામ પોલીસ પરિવાર ઘેરા શોકમાં છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે IPS ઓફિસર ચેટિયાએ ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં આત્મહત્યા કરી છે. તેમણે પોતાની સરકારી રિવોલ્વરથી પોતાને ગોળી મારી, જ્યાં તેમની પત્નીનું મૃત્યુ થયું. ગૃહ સચિવ તરીકે પોસ્ટિંગ કરતા પહેલા તેઓ તિનસુકિયા અને સોનિતપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
પત્ની ઘણા સમયથી કેન્સરથી પીડાતી હતી
શિલાદિત્ય ચેતિયાની પત્ની ઘણા સમયથી કેન્સરથી પીડાતી હતી અને આઈસીયુમાં તેની સારવાર ચાલતી હતી પરંતુ મંગળવારે પત્નીનું મોત થતાં તેઓ ભારે ડિપ્રેશનમાં આવ્યાં હતા અને પોતાની જાતને પણ ખતમ કરી નાખવાનો નિર્ણય લીધો અને જ્યાં પત્નીનું મોત થયું હતું ત્યાં જ તેઓ પણ મોતને ભેટ્યાં હતા.
વધુ વાંચો : VIDEO : છોકરાને તેડીને સિગારેટના કસ મારવા લાગી મહિલા, ધૂમાડાથી બાળકના હાલ બેહાલ
CISF જવાને પત્નીની હત્યા બાદ આપઘાત કર્યો
ઝારખંડના બોકારામાં પણ એક CISF જવાને પત્નીની હત્યા બાદ આપઘાત કરી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.