બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અજાણી છોકરીનો નંબર-સરનામું માગવું ખોટું પણ યૌન શૌષણ નથી- ગુજરાત હાઈકોર્ટ
Last Updated: 04:17 PM, 17 July 2024
અજાણી છોકરી કે મહિલાનો નંબર માગવો યૌન શૌષણ ગણાય કે નહી? આ સવાલ પર ગુજરાત હાઈકોર્ટે સ્થિતિ સ્પસ્ટ કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે છોકરીનું નામ અને નંબર પૂછવું ખોટું છે પરંતુ તેને જાતીય સતામણી ગણી શકાય નહીં. ગાંધીનગરના સમીર રોય નામના યુવાને પોતાની સામેની એફઆઈઆર રદ કરવા માટે કરેલી અરજીની સુનાવણી વખતે હાઈકોર્ટે આ ટીપ્પણી કરી હતી.
ADVERTISEMENT
ગાંધીનગરના યુવાને અજાણી મહિલા પાસેથી મોબાઈલ માગ્યો હતો
મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ સમીર વિરુદ્ધ જાતીય 26 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. સમીરે હાઈકોર્ટને જણાવ્યું કે જ્યારે તેણે પોલીસ પર તેના પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો ત્યારે તેની સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સમીરનું કહેવું છે કે પોલીસે 25મી એપ્રિલે તેને ટોર્ચર કર્યો હતો. આ અંગે તેણે પોલીસ સામે ફરિયાદ પણ કરી હતી. તેણે પોલીસ પર ફોન છીનવી લેવાનો અને ડેટા ડિલીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પોતાની અરજીમાં સમીરે કહ્યું હતું કે તેને આ કેસ (જાતીય સતામણી) વિશે 9 મેના રોજ ખબર પડી હતી.
ADVERTISEMENT
પોલીસ કાર્યવાહી સામે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યાં
પોલીસની આ કાર્યવાહી પર ગુજરાત હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, 'જો કોઈ કહે કે તમારો નંબર શું છે, તો તે ખોટું છે, પરંતુ આ FIR નોંધવાનો કેસ નથી. શું આમાં કોઈ ખોટો ઈરાદો છે? જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, 'હા, તે (નંબર પૂછવું) અયોગ્ય હોઈ શકે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે જો આઈપીસીની કલમ 354 પર નજર કરવામાં આવે તો તે જાતીય સતામણી અને તેની સજા વિશે વાત કરે છે. છે.
વધુ વાંચો : VIDEO : ફૂલ સ્પીડે કાર ચલાવતાં કપલ ખોવાયું મસ્તીમાં, ખોળામાં બેસાડીને ગર્લફ્રેન્ડને કિસ
શું હતો કેસ
એક અજાણી મહિલાએ ગાંધીનગરના સમીર રોય નામના યુવાને સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ હતો કે યુવાને ઓળખાણ વગર જ તેની પાસેથી મોબાઈલ નંબર, સરનામું માગ્યું હતું. આ પછી પોલીસે તેની સામે ફરિયાદ દાખલ કરી પરંતુ યુવાન પોલીસ વિરૃદ્ધ હાઈકોર્ટમાં ગયો અને હવે કોર્ટે તેને રાહત આપી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.