બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અક્ષર પટેલે સુપરમેનની જેમ હવામાં ઉછળીને કર્યો જબરજસ્ત કેચ, કમેન્ટેટર્સ પણ ચોંકી ગયા, જુઓ વીડિયો

Video / અક્ષર પટેલે સુપરમેનની જેમ હવામાં ઉછળીને કર્યો જબરજસ્ત કેચ, કમેન્ટેટર્સ પણ ચોંકી ગયા, જુઓ વીડિયો

Last Updated: 12:02 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Australia vs India: ઓસ્ટ્રેલિયા સામેની સુપર 8 મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉનડ્ર અક્ષર પટેલે જબરજસ્ત કેચ કર્યો. તેમનો આ કેચ જોઈને આખુ સ્ટેડિયમ ચોંકી ઉઠ્યુ હતું. અક્ષર પટેલે મિશેલ માર્શનો કેચ કર્યો હતો, જે 37 રન બનાવીને આઉટ થયા.

T20 World Cup 2024માં સુપર 8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે અક્ષર પટેલે જબરજસ્ત કેચ પકડ્યો, જેને કારણે આખું સ્ટેડિયમ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું. અક્ષર પટેલે આ કેચ 9મી ઓવરમાં કુલદીપ યાદવની બોલિંગ દરમિયાન પકડ્યો હતો. આ કેચ એટલા માટે ખાસ હતો કારણ કે તેમણે હવામાં 10 ફૂટનો હાઈ જમ્પ મારીને આ કેચ કર્યો હતો. મિશેલ માર્શે કુલદીપ યાદવની બોલિંગમાં એક જબરજસ્ત ફાસ્ટ સ્લોગ સ્વીપ મારી હતી. સ્ક્વેર લેગ પર ફિલ્ડિંગ ભરી રહેલા અક્ષર પટેલે હવામાં 10 ફૂટ ઉપર ઉછળીને એક જ હાથે કેચ કરી લીધો. અક્ષર પટેલનો આ કેચ અવિશ્વસનીય હતો, અને એટલે જ મેદાન પર બેઠેલા દર્શકો તેમને ફ્લાઈંગ કિસ આપવા લાગ્યા.

અક્ષરના કેચે બદલી નાખી મેચ

અક્ષર પટેલનો આ કેચ કમાલનો તો હતો જ, સાથે જ ઈમ્પોર્ટન્ટ પણ હતો. કારણ કે આ મેચ બાદ જ ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈન અપ ધરાશાયી થઈ ગઈ. મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડે બીજી વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ કરી હતી. આ સમયે ઓસ્ટ્રેલિાયની ટીમ મેચ પર પકડ જમાવી રહી હતી. પરંતુ મિશેલ માર્શની વિકેટ અને અક્ષર પટેલના કેચે આખી મેચ જ પલટી નાખી. માર્શના આઉટ થવાની સાથે જ ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર આવી ગયું. મિડલ ઓવર્સમાં ઓસ્ટ્રેલિયાનો રન રેટ ઘટ્યો, જેને કારણે પાછળના બેટ્સમેનો પર પ્રેશર વધી ગયું.

વધુ વાંચો: 'કયા સે કયા હો ગયા..', વર્લ્ડકપમાંથી ઓસ્ટ્રેલિયા OUT થતા જ સોશ્યલ મીડિયા પર આવ્યું Memesનું પૂર

ઓલરાઉન્ડર પ્રદર્શન

અક્ષર પટેલે મેચમાં માત્ર જબરજસ્ત ફિલ્ડિંગ જ નથી કરી, પરંતુ તેમની બોલિંગ પર કમાલની હતી. અક્ષરે 3 ઓવરમાં 21 જ રન આપીને એક વિકેટ ઝડપી. અક્ષરની આ વિકેટ પણ માર્કસ સ્ટોયનિસની લીધી, જે ખતરનાક બેટ્સમેન છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ જબરજસ્ત બેટિંગ કરતા 205 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં રોહિત શર્માએ 41 બોલમાં 92 રન બનાવ્યા હતા.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ind Vs Aus Akshar Patel T20 World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ