બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Asit Kumar Modi Reveals Dayaben's Entry In Tarak Mehta Ka Ulta Chashma Show

ખુલાસો / VIDEO: સુંદરલાલે કહ્યું દયાબેન આવી રહ્યા છે, પણ શું કોઈ નવી અભિનેત્રી હશે?, અસિત મોદીએ જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 10:07 AM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારકમહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનની એન્ટ્રીને લઇને અસિત મોદીએ કર્યો ખુલાસો, કહ્યું, દિશાએ સત્તાવાર શૉ છો઼ડ્યો નથી.

  • દયાબેનની શોમાં થશે એન્ટ્રી
  • પરંતુ દિશા વાકાણી નહી મળે જોવા
  • પ્રોડ્યુસર અસિત મોદીએ કર્યો ખુલાસો  

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ આજકાલ ઘણો ચર્ચામાં છે. શૈલેષ લોઢા એટલે કે મહેતા સાહેબે શો છોડ્યાની વાતો સામે આવી. અને હવે એવુ ચર્ચાઇ રહ્યું છે કે દયાબેનની શોમાં વાપસી થઇ રહી છે. જી, હા, હાલ શૉમાં એક ઝલક દેખાડી છે જેમાં દયાબેનની એન્ટ્રી થઇ રહી છે. ફેન્સ તો આ પ્રોમો જોઇને ઉત્સાહિત બની ગયા છે.  છેલ્લા ઘણા સમયથી દયાબેનની રાહ જોવાતી હતી તે ઇંતજાર હવે એક ટ્વિસ્ટ સાથે પુરો થશે. 

દયાબેન પરત ફરશે ?
હાલ તારકમહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં છેલ્લા ઘણા સમયથી દયાબેનની ગેરહાજરી જોવા મળી રહી છે. ચાહકો રાહ જોઇ રહ્યા છે કે ક્યારે દયાબને ફરીથી જોવા મળે. પરંતુ જો તમે દયાબેન તરીકે દિશા વાકાણીને જોવા ઇચ્છો છો તો આ પ્રોમો તમને નિરાશ કરી શકે છે. કારણ કે દિશા વાકાણી આ શોમાં વાપસી નથી કરી રહી .કોઇ નવા કલાકાર જ દયાબેનની જગ્યા લેવા જઇ રહ્યા છે. 

અસિત મોદીએ કર્યો ખુલાસો 

શોના નિર્માતા આસિત મોદીએ એક મીડિયાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શૉમાં દયાબેનનુ પાત્ર ફરીથી જોવા મળશે. પરંતુ આ ભૂમિકા દિશા વાકાણી નહી ભજવે. દિશાના રિપ્લેસમેન્ટમાં ઓડિશન પૂરજોશમાં ચાલી રહ્યા છે.  ટૂંક સમયમાં નવી અભિનેત્રીની પસંદગી કરવામાં આવશે. અસિત મોદીએ વધુમાં જણાવ્યું કે અમને આશા હતી કે દિશા પાછી આવશે પરંતુ કોવિડને કારણે તે આશા પણ ધૂંધળી થઈ ગઈ. તેણે સત્તાવાર રીતે શો છોડ્યો નથી. દિશા તાજેતરમાં જ ફરી માતા બની છે. આવી સ્થિતિમાં તે અત્યારે શોમાં પરત ફરી શકે તેમ નથી. તેથી જ અમે નવી દયાબેનને લઈને આવ્યા છીએ.

 

સોશિયલ મીડિયા પર સામે આવ્યો પ્રોમો 

થોડા દિવસો અગાઉ જ્યારે દયાબેનની શોમાં વાપસીને લઈને ખબર આવી હતી તો પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે દયાબેન વાપસી કરવા જઈ રહી છે. મેકર્સે જે પ્રોમો શેર કર્યો હતો. તેમાં જોઈ શકાય છે કે દયાબેનનો ઓનસ્ક્રીન ભાઈ સુંદરભાઈ પોતાના જીજીજી જેઠાલાલને ખુશખબરી આપે છે કે બહેન આવી ગઈ છે. ગોકુલધામ સોસાયટીમાં દયાબેન પગ મુકે છે જે પ્રોમોમાં જોઈ શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ