Asia's largest airport to be built in India at a cost of Rs 2,000 crore
યોજના /
ભારતમાં 2000 કરોડના ખર્ચે અહીં બનશે એશિયાનું સૌથી મોટું ઍરપોર્ટ, શ્રીરામ પર હશે નામ
Team VTV10:22 AM, 23 Feb 21
| Updated: 10:31 AM, 23 Feb 21
ઉત્તર પ્રદેશની યોગી સરકારે 2000 કરોડના ખર્ચે એરપોર્ટ બનાવવાની ઘોષણા કરી છે જેનું નામ ભગવાન શ્રીરામના નામ પરથી આપવામાં આવશે.
2000 કરોડના ખર્ચે ઍરપોર્ટ
શ્રીરામના નામ પર હશે નામ
2023 સુધી બની જશે ઍરપોર્ટ
ઉત્તરપ્રદેશ સરકારે જેવરમાં બનનારા ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે મંગળવારે રાજ્યના બજેટમાં 2 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. જેનો નિર્માણ સમય લગભગ નક્કી થઇ ગયો છે. પ્રદેશ સરકાર દ્વારા બજેટમાં ઍરપોર્ટ માટેનું બજેટ નક્કી કરી દેવામાં આવ્યું છે.
2023 સુધી બની જશે ઍરપોર્ટ
આ ઍરપોર્ટ 2023 સુધી ચાલુ થઇ જવાની તૈયારી બતાવી છે. 5000 હેક્ટરમાં ફેલાયેલી આ પરિયોજનાનો ખર્ચો 29 હજાર 560 કરોડ રૂપિયા થવાની સંભાવના બતાવી છે. ઍરપોર્ટનું પહેલુ ચરણ 4588 કરોડ રૂપિયાની છે અને તે 1334 હેક્ટરમાં તૈયાર થશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઍરપોર્ટનું સંચાલન નોઇડાની એક કંપની કરી રહી છે અને તેની હિસ્સેદારી 33.5 ટકા છે.
સ્વિસ ફર્મ જ્યુરીક દ્વારા ઍરપોર્ટનું નિર્માણ
યમુના ઔદ્યોગિક વિકાસ પ્રાધીકરણના સીઇઓ અરુણ વીર સિંહે જણાવ્યું કે ઍરપોર્ટનું નિર્માણ સ્વિસ ફર્મ જ્યુરીક દ્વારા કરવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઇઝ, DIAL અને એન્કરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ જેવી કંપનીઓએ પણ હિસ્સો લીધો છે.
સરકારના આ પગલાની થઇ પ્રશંસા
ગૌતમ બુદ્ધ નગરના સાંસદ ડૉ. મહેશ શર્માએ કહ્યું કે ઉત્તરપ્રદેશ સરકારના આ નિર્ણયથી વિકાસનો નવો રસ્તો ખોલી દીધો છે. ભારતીય જનત પાર્ટીના ધારાસભ્ય પંકજ સિંહ અને ધીરેન્દ્ર સિંહે પણ સરકારના આ પગલાની પ્રશંસા કરી છે.