બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 11:58 AM, 13 June 2022
ADVERTISEMENT
ભારતના દિગ્ગજ એથલીટ હરિ ચંદનું સોમવારે હોશિયારપુરમાં નિધન થઈ ગયું છે. તેઓ 69 વર્ષના હતા. ભારતીય એથલિટ તરીકે હરિ ચંદની સૌથી મોટી સફળતા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતવાની રહી છે. આ ઉપરાંત તેમે બે ઓલંપિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1 એપ્રિલ 1953ના રોજ જન્મેલા હરિચંદ ભારતના શ્રેષ્ઠ લાંબા અંતરના દોડવીરોમાંના એક હતા. તેમણે 1976 ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે 28:48.72ના સમયમાં 10000 મીટરનું અંતર કાપીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.
Asian Games double gold medallist, Olympian Hari Chand passes away
— ANI Digital (@ani_digital) June 13, 2022
Read @ANI Story | https://t.co/29SMqGktOo#HariChand #Olympian #AsianGames pic.twitter.com/UwRlTVA9e5
ADVERTISEMENT
1976ના ઓલંપિકમાં તેમનો બનાવેલો નેશનલ રેકોર્ડ 32 વર્ષ સુધી રહ્યો હતો. આ રેસમાં તેઓ 8માં નંબરે આવ્યા હતા. હરિ ચંદે ત્યાર બાદ 1980માં મોસ્કો ઓલંપિકમાં મેરોથન રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લેનિન સ્ટેડિયમમાં થયેલી આ રેસમાં તેમણે 2:22.08 ના સમય કાઢી પુરુ કર્યું હતું. આ રેસમાં તેઓ 22માં નંબરે આવ્યા હતા.
1978 એશિયન ગેમ્સમાં હરિ ચંદે જીત્યા હતા બે ગોલ્ડ
વર્ષ 19678માં થાઈલેન્ડમાં રમાયેલ એશિયન ગેમ્સમાં હરિ ચંદે 2 ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ એશિયન ગેમ્સમાં તેમણે 5000 મીટર અને 10,000 મીટર બંને રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હરિ ચંદે આ બંને ઈવેંમટના ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.