બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Asian Games 2023: Women's team beat Bangladesh by 8 wickets to enter the finals, now a medal in cricket too!
Megha
Last Updated: 09:34 AM, 24 September 2023
ADVERTISEMENT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું. મેચમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને જીતવા માટે 52 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે 8.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
What a win! 🙌
— BCCI Women (@BCCIWomen) September 24, 2023
Pooja Vastrakar shines with a 4⃣- wicket haul as #TeamIndia chase down the target with more than 11 overs to spare 👌👌
India are through to the Final! 👏👏
Scorecard - https://t.co/G942Qn13JI#AsianGames | #IndiaAtAG22 pic.twitter.com/vetB8QgcFq
ADVERTISEMENT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીતવાનું તો સુનિશ્ચિત કર્યું
ભારત માટે જેમિમા રોડ્રિગ્સે સૌથી વધુ 20 રનની અણનમ ઇનિંગ રમી હતી. ફાઇનલમાં પહોંચીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીતવાનું તો સુનિશ્ચિત કર્યું છે. હવે ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચના વિજેતા સાથે થશે. ફાઈનલ મેચ 25 સપ્ટેમ્બરે રમાશે.
🇮🇳🏏 Into the Finals with a Roar! 🏆💥
— SAI Media (@Media_SAI) September 24, 2023
Our Indian Women's Cricket Team has displayed incredible prowess, defeating Bangladesh by 8️⃣ wickets in a thrilling match at #AsianGames2022 🥳💯
With this victory, they've not only secured their spot in the final but also assured a medal!… pic.twitter.com/ByWevKNSHk
બાંગ્લાદેશની આખી ટીમ 51 રનમાં સમેટાઈ ગઈ હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા બાંગ્લાદેશની આખી ટીમ 51 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમના 9 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા નહોતા, જ્યારે પૂજા વસ્ત્રાકરે ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ 52 રનનો આ સાધારણ ટાર્ગેટ માત્ર 8.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતે સ્મૃતિ મંધાના (7) અને શેફાલી વર્મા (17)ના રૂપમાં બે વિકેટ ગુમાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.