ચીનના વુહાનમાંથી નિકળેલો કોરોના વાયરસ એક વખત ફરીથી ચીનમાં ઝડપથી પગપેસારો કરી રહ્યો છે અને દરરોજ તેના હજારો કેસો સામે આવી રહ્યાં છે. જેને પગલે એશિયાની ઓલિમ્પિક કાઉન્સિલે 19મા એશિયન રમતના આયોજનને સ્થગિત કરી દીધુ છે, જે ચાલુ વર્ષે 10 થી 15 સપ્ટેમ્બરની વચ્ચે ચીનમાં યોજાવાની હતી.
ચીનમાં કોરોના ફરીથી કરી રહ્યો છે પગપેસારો
દરરોજ કોરોનાના હજારો કેસો આવી રહ્યાં છે સામે
એશિયાની ઓલિમ્પિક કાઉન્સિલે એશિયન ગેમ્સને કરી સ્થગિત
અમુક મોટી ઈવેન્ટ્સ સ્થગિત કરવી પડી
જો કે, અત્યાર સુધી નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં થોડા સમયથી કોરોના વાયરસ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે અનેક શહેરોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે, તો અમુક મોટી ઈવેન્ટ્સ સ્થગિત કરવી પડી છે.
2023 સુધી મોકૂફ કરવામાં આવી એશિયન ગેમ્સ
19મી એશિયન ગેમ્સને 2023 સુધી સ્થગિત કરવામાં આવી છે. જો કે, અત્યારે નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેના બીજા વર્ષે માર્ચ-એપ્રિલમાં હોવાની આશા છે. ચીનના સ્ટેટ મીડિયાએ એશિયન ગેમ સ્થગિત કરવાના અહેવાલને કન્ફર્મ પણ કરી દીધા છે. જો કે, તેની પાછળનુ કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ સુત્રો મુજબ કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.