ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબર્ગમાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતનો સફર સારો રહ્યો છે. કુલ 15 મેડલો સાથે ભારત મેડલ કોષ્ટકમાં સાતમાં સ્થાન પર છે. આ દરમ્યાન ભારતના ખાતામાં ચાર ગોલ્ડ ત્રણ સિલ્વર અને આઠ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. એશિયન ગેમ્સમાં આજે નિશાનેબાજી ટેનિસ વેઈટ લિફ્ટિંગ બાસ્કેટબોલ અને જિમ્નાસ્ટિકમાં ઘણી અહેમ સ્પર્ધાઓ થવાની છે.
એશિયાઈ રમતમાં આજે પાંચમો દિવસ છે. ભારતીય એથલિટો પાસેથી મેડલની આશા છે. ચોથા દિવસે ભારતે કુલ પાંચ પદક પ્રાપ્ત કર્યા જેમાં એક ગોલ્ડ અને ચાર બ્રોન્ઝ મેડલ રહ્યા. કુશ્તીની તમામ સ્પર્ધા ખતમ થઈ ગઈ છે. શૂટિંગમાં કેટલીક ઈવેન્ટો બચી છે. એવામાં પાંચમાં દિવસે ભારતને કઈ રમતમાં ગોલ્ડ મેડલ મળશે. તેના પર સૌની નજર છે. આજથી બેડમિન્ટલની સિંગલ્સ સ્પર્ધા ચાલુ થઈ રહી છે. સાઈના નેહવાલ અને પીવી સિંધુ જેવા ખેલાડીઓ પોતાના અભિયાનની શરૂઆત કરશે.
એશિયાઈ રમતમાં ગુરુવારથી બેડમિન્ટલની મહિલા સિંગલ સ્પર્ધા શરૂ થશે. સાઈના નેહવાલ અને પીવી સિંઘુને સિંગલ્સના ડ્રો ના અલગ-અલગ ભાગમાં જગ્યા આપવામાં આવી છે અને બંન્ને વચ્ચે મુકાબલો ફાઈનલમાં થઈ શકે છે. કોમનવેલ્થ ગેમ્સ- 2018માં સાઈના અને સિંધુ વચ્ચે ફાઈનલમાં હરીફાઈ થઈ હતી જેમાં સાઈનાએ બાજી મારી હતી.