બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / asia largest banas dairy election in ocotober
Gayatri
Last Updated: 10:04 AM, 19 September 2020
ADVERTISEMENT
એશિયાની સૌથી મોટી બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસડેરીની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી જાહેર કરી છે. બનાસ ડેરીમાં કુલ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો રોજનું 50 લાખ લીટર દૂધ ભરાવે છે. વાર્ષિક 9 હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી બનાસ ડેરી માત્ર ભારતની નહીં પરંતુ એશિયાની સૌથી મોટી દૂધ ડેરી છે.
22 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત
ADVERTISEMENT
16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજવામાં આવશે. જેનું 20 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે 22 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે.
9 ઓક્ટોબરે ઉમેદવારોને ચિન્હ ફાળવણી કરાશે
1 ઓક્ટોબરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર થશે 8 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 9 ઓક્ટોબરે ઉમેદવારોને ચિન્હ ફાળવણી કરાશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.