Asia Cup 2023: એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના મોટા ફેરફાર જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યાને વેસ્ટઈન્ડિઝના સામે ખરાબ પ્રદર્શનની કિંમત ચુકવવી પડી શકે છે.
30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ
આજે ટીમ ઈન્ડિયાની થઈ શકે જાહેરાત
ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટા ફેરફાર
30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહેલા એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર થવાના છે. હાર્દિક પંડ્યાને વેસ્ટઈન્ડિઝની સામે ટી20 સીરિઝમાં હારની કિંમત ચુકવવી પડી શકે છે. હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનના પદથી હટાવવામાં આવી શકે છે. આયરલેન્ડમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલા જસપ્રીત બુમરાહને નવા વાઈસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
વેસ્ટઈન્ડિઝના સામે પાંચ ટી20 મેચોની સીરિઝમાં હાર્દિક પંડ્યા નિશાના પર રહ્યા. હાર્દિક પંડ્યાના નિર્ણય પર ખૂબ સવાલ ઉભા થયા છે. આટલું જ નહીં કેપ્ટનનું દબાણ હાર્દિક પંડ્યાના પરફોર્મન્સમાં પણ જોવા મળ્યું. હાર્દિક પંડ્યાએ કેપ્ટનના ઉપરાંત વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર ખરાબ પરફોર્મન્સથી નિરાશ કર્યા. આટલું જ નહીં હાર્દિક પંડ્યાના નિવેદનો પર પણ વિવાદ જોવા મળ્યા.
બુમરાહે કેપ્ટન્સીથી કર્યા પ્રભાવિત
હવે આયરલેન્ડ પ્રવાસ પર જસપ્રીત બુમરાહની સફળ વાપસીની સાથે એવું પણ નક્કી થઈ ગયું છે કે તેમને ફરીથી વાઈસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી શકે છે. ગયા વર્ષે જ્યારે રોહિત શર્માને ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા તો સિલેક્ટર્સે જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને ઋષભ પંત લીડરશિપ ગ્રુપનો મહત્વનો ભાગ હશે. ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં રોહિત શર્માની અનુપસ્થિતિમાં જસપ્રીત બુમરાહે પાંચમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી પણ સંભાળી.