દેશને એશિયા કપની ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હૈદરાબાદના આલિશાન ઘરમાં રહે છે.
મોહમ્મદ સિરાજને તો ઓળખી ગયા હવે તેના ઘરની લટાર
હૈદરાબાદના પોશ વિસ્તારમાં આવેલું છે સિરાજનું ઘર
દેશી, ઈસ્લામિક શૈલીમાં બનાવાયું છે ઘર
એશિયા કપ 2023ની ફાઈનલ બાદ દેશનું નાનું છોકરુયે 'મિયા મેજિક'ને ઓળખી ગયું છે. એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાની 6 વિકેટ ઝડપીને દેશને એશિયા કપની ટ્રોફી અપાવનાર ટીમ ઈન્ડીયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને મેચ બાદ તેને મળેલા પ્લેયર ઓફ ધ મેચના 4 લાખ રુપિયા ગ્રાઉન્ડ સ્ટાફને દાનમાં આપી દઈને મોટું દિલ દેખાડ્યું હતું. ત્યારે હવે સિરાજ જ્યાં રહે છે તે વિશે જાણીએ.
ક્યાં છે ઘર, કેટલી છે કિંમત
મોહમ્મદ સિરાજ તેલંગાણાનો છે. સિરાજનું ઘર હૈદરાબાદના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સ ફિલ્મ નગરમાં છે. જો કે તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેના ઈન્ટીરીયરની સુંદરતાને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે આ પ્રોપર્ટીની કરોડોમાં હશે.
ક્રિકેટની પિચ જેટલો લિવિંગ રુમ
સિરાજના ઘરના લિવિંગ રૂમની સાઈઝ ક્રિકેટની પીચ જેટલી મોટી દેખાય છે. તે ખાસ મહેમાનો માટે ખાસ બનાવાયો છે. આ રૂમની સૌથી આકર્ષક વસ્તુઓમાં વિવિધ કદના શુદ્ધ ચામડાના સોફા, બોક્સના આકારમાં ચામડાના હેન્ડલ્સ, બારીક બનાવેલી કાર્પેટનો સમાવેશ થાય છે .
પરંપરાગત શૈલીમાં ઘરની સુંદર સજાવટ
કાર્પેટ અને ફ્લોરલ પ્રિન્ટ પ્રાચીન સમયથી ઇસ્લામિક પરંપરામાં પ્રચલિત છે. તેની ઝલક તમે સિરાજના ઘરમાં પણ જોઈ શકો છો. લિવિંગ રુમના સોફા પર ફ્લોરલ પ્રિન્ટેડ કવર છે, જે સાદા રૂમને રંગોની સુંદરતાથી ભરી દે છે. આ પ્રયોગ તમે ઘરમાં રાખેલા ફર્નીચર સાથે પણ કરી શકો છો.
બાલ્કનીનો ભવ્ય દેખાવ તમારું હૃદય ચોરી લેશે
ઘરની બાલ્કનીમાં એવી રીતે લાઈટિંગ ગોઠવાઈ છે કે રાત્રે દરેક ખૂણો આરસની જેમ ચમકવા લાગે છે. આ ઉપરાંત, લાકડાની ખુરશીઓ સાથે, કુંડામાં એક હરોળમાં ઘણા છોડ લગાવવામાં આવ્યા છે, જે બાલ્કનીને ખૂબ જ કુદરતી દેખાવ આપે છે.