બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 controversy: R Ashwin gave a befitting reply on Javed Miandad's threat

રસાકસી / પાકિસ્તાનની હિંમત નથી કે બૉયકોટ કરી શકે! અશ્વિને ધમકીઓ પર આપ્યો કડક જવાબ

Megha

Last Updated: 12:52 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશ્વિને કહ્યું છે કે જો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એશિયા કપ માટે જો પાકિસ્તાન જવા માટે ના કહે તો પણ પાકિસ્તાન માટે ભારતમાં યોજવામાં આવેલ વનડે વર્લ્ડકપ છોડવું શક્ય નથી.

  • પાકિસ્તાન કહે છે કે વનડે રમવા આપણે ત્યાં પણ નહીં આવે
  • પાકિસ્તાન માટે એ અશક્ય છે- અશ્વિન
  • PCB અને BCCI વચ્ચે ચાલી રહી છે ટક્કર 

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ને લઈને વિવાદ વધતો જાય છે. બંને તરફથી શબ્દોની જંગ ચાલી રહી છે. જણાવી દઈએ કે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદએ ભારતને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. અને હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર. અશ્વિને તેમણે કરારો જવાબ આપ્યો છે. જણાવી દઈએ કે અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર એક વિડીયોમાં કહ્યું છે કે જો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એશિયા કપ માટે જો તેમના દેશની યાત્રા કરવા માટે ના કહે તો પણ પાકિસ્તાન માટે વનડે વર્લ્ડકપ છોડવું એ સંભવ નથી. 

પાકિસ્તાન કહે છે કે વનડે રમવા આપણે ત્યાં પણ નહીં આવે
અશ્વિને તેના યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, 'એશિયા કપ પાકિસ્તાનમાં થવાનું છે પણ ભારતે જાહેરાત કરી છે કે જો તેનું આયોજન પાકિસ્તાનમાં થયું તો અમે તેમાં ભાગ નહીં લઈએ. જો તમે ઈચ્છો છો કે અમે ભાગ લઈએ તો એ માટે તેની જગ્યા બદલી નાખો. આવું ઘણી વાર થતું જોયું હશે. જ્યારે આપણે કહીએ છીએ કે એશિયા કપ રમવા તેમના સ્થાને નહીં જઈએ, ત્યારે તેઓ કહે છે કે તેઓ વનડે રમવા આપણે ત્યાં પણ નહીં આવે.

પાકિસ્તાન માટે એ અશક્ય છે- અશ્વિન
ભારતના ફિંગર-સ્પિનરે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી પર કહ્યું કે તે ટૂર્નામેન્ટ ચૂકી જાય એ વાત તેના માટે શક્ય નથી. વિડીયોમાં અશ્વિને કહ્યું, "મને લાગે છે કે તે અંહિયા રમવા નહીં આવે એ શક્ય નથી." આ માટે અંતિમ નિર્ણય એ હોઈ શકે છે કે એશિયા કપને શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. વન-ડે એ વર્લ્ડ કપ માટે એક મહત્વપૂર્ણ લીડ-અપ છે અને દુબઈમાં ઘણી ટૂર્નામેન્ટ્સ થઈ છે. જો તેને શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે તો મને ખુશી થશે.' 

PCB અને BCCI વચ્ચે ચાલી રહી છે ટક્કર 
જણાવી દઈએ કે એશિયા કપની યજમાનીને લઈને ભારત એનએ પાકિસ્તાન વચ્ચે ટક્કર અટકવાનું નામ નથી લઈ રહી. હાલ PCB અને BCCI વચ્ચે તણાવ વધી ગયો છે. મિયાંદાદે સોમવારે ભારતને લઈને અપશબ્દો બોલ્યા હતા. જો કે આ માટે ACCએ માર્ચમાં નિર્ણય લેવો પડશે કારણ કે ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાવાની છે. આ સાથે જ ક્રિકેટ ચાહકોમાં પણ એશિયા કપને લઈને એકબીજા પર ટિપ્પણીઓનો દોર ચાલુ થઈ ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI r ashwin આર અશ્વિન એશિયા કપ 2023 પાકિસ્તાન Asia Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ