બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 Asia Cup will be held in Pakistan ind vs pak

એશિયા કપ 2023 / પાકિસ્તાનમાં જ યોજાઇ શકે એશિયા કપ! છતાં BCCIની જીત, શું ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં રમશે? જાણો વિગત

Arohi

Last Updated: 12:59 PM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની યજમાની પાકિસ્તાનમાં જ થશે પરંતુ ભારતની આપત્તિને જોતા વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. BCCI પણ તેના પર રાજી છે.

  • પાકિસ્તાનમાં જ યોજાઇ શકે એશિયા કપ! 
  • ટુર્નામેન્ટમાં રમશે ટીમ ઈન્ડિયા? 
  • જાણો એશિયા કપને લઈને મોટી અપડેટ 

એશિયા કપના આયોજનને લઈને જાહેર વિવાદ હવે થંભી ગયો છે. એક રિપોર્ટ અનુસાર BCCI અને પીસીબી બન્નેની વચ્ચે લાંબી ચર્ચા બાદ નવા પ્લાન પર સહમતિ બની ગઈ છે. પાકિસ્તાનમાં જ એશિયા કપની મેજબાની થશે. BCCIની મુશ્કેલીને જોતા પીસીબીએ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. ભારતની મેચ પાકિસ્તાનમાં નહીં થાય પરંતુ દુબઈ અને ઓમાન જેવા કોઈ ન્યૂટ્રલ લોકેશન પર થશે. 

ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન 
પાકિસ્તાનમાં એશિયા કપનું આયોજન થયા બાદ ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. ભારતની દરેક મેચ દુબઈ અથવા શારજાહ જેવા ન્યૂટ્રલ વેન્યુ પર કરવામાં આવશે. ન્યૂટ્રલ વેન્યુ માટે આ જગ્યાની પુષ્ટિ નથી થઈ પરંતુ શ્રીલંકા, યુએઈ, ઓમાન અને ઈંગ્લેન્ડના નામ પર પણ ચર્ચા થઈ છે. 

જો ટીમ ઈન્ડિયા ગ્રુપ 4 અને પથી ફાઈનલમાં પહોંચે છે ત્યાર પણ ફાઈનલ મેચ પાકિસ્તાનની બહાર જ આયોજીત થશે. જણાવી દઈએ કે 2022માં પણ એશિયા કપનું આયોજમ યુએઈમાં થયું હતું. શ્રીલંકામાં આર્થિક અસ્થિરતા અને પ્રદર્શને જોતા ન્યૂટ્રલ વેન્યુ પર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વાતાવરણને ધ્યાનમાં રાખીને નક્કી થશે વેન્યુ 
એશિયા કપનું આયોજન સપ્ટેમ્બરમાં થશે અને હવામાનને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે વેન્યૂ નક્કી કરવામાં આવે છે. સપ્ટેમ્બરમાં યુએઈ અને ઓમાનમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહે છે. જોકે તે સમયે પણ યુએઈમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ થાય છે. 

ભારત અને પાકિસ્તાન ફક્ત આઈસીસીના મેચમાં જ રમે છે. મુંબઈમાં આતંકી હુમલા બાદ 2008માં એશિયા કપ બાદ પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો. પાકિસ્તાને 2012માં લિમિટેડ ઓવરની સીરિઝ માટે છેલ્લી વખત ભારતનો પ્રવાસ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2023 BCCI Cricket News ind vs pak  pakistan Asia Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ