asia cup 2022 taarak mehta producer asit modi takes dig at team india
ટ્રોલ /
તારક મહેતાનાં અસિત મોદીએ ટીમ ઈન્ડિયા પર કર્યો સવાલ, ક્રિકેટ ફેન્સે આપ્યો એવો સણસણતો જવાબ કે ચૂપ કરાવી દીધા
Team VTV04:14 PM, 29 Aug 22
| Updated: 05:33 PM, 29 Aug 22
એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને જીત હાસિલ કરી હતી. આ વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે.
ભારતે પાકને 5 વિકેટથી હરાવ્યું
આસિત મોદીની ટ્વીટ થઈ વાયરલ
લોકોએ આ વાત પર કર્યા ટ્રોલ
એશિયા કપ 2022માં ભારતની જીત પર દેશવાસી સેલિબ્રેટ કરી રહ્યા છે. દરેક બાજુ ખુશીનો માહોલ છે. ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને શાનદાર જીત હાસિલ કરી છે. ભારતની જીતના આ સેલિબ્રેશનથી આ બાજુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનું ટ્વીટ કંઈક અલગ જ મુદ્દો ઉઠાવી રહ્યું છે.
અસિત મોદીએ પુછ્યો આવો સવાલ
એક બાજુ જ્યાં રવિવારે રાત્રે મેચ પુણ્ય થયા બાદ દરેક લોકો પ્રાઉડ કરી રહ્યા હતા. ત્યાં જ આપણા અસિત મોદીએ ટીમ ઈન્ડિયાને સવાલોથી ઘેરી લીધા હતા. હવે અસિત કુમાર મોદીએ આવું તો શું કહ્યું. આવો જાણીએ.
Pakistani cricketer mostly talk in their national language Hindi and Urdu and our cricketer mostly talk in English , What is your opinion ?
હકીકતે પ્રોડ્યુસરે રાત્રે 12 વાગ્યે એક ટ્વીટ કર્યું જેમાં લખ્યું- પાકિસ્તાની ક્રિકેટર મોટાભાગે પોતાની માતૃભાષા હિન્દી અને ઉર્દૂમાં વાત કરી રહ્યા છે અને આપણા ક્રિકેટર મોટાભાગે ઈંગ્લિશમાં બોલી રહ્યા છે. તમારો શું વિચાર છે?
Make this topic in the next Episodes of TMKOC and stretch it like bubblegum.
અસિત મોદીને મળ્યો જોરદાર જવાબ
ભારતની જીતના જશ્ન વચ્ચે યુઝર્સને પુછવામાં આવેલો આ સવાલ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ અસિત કુમાર મોદીને ટ્રોલ કરી દિધા છે તો ઘણાએ મજા લીધી છે.
એક યુઝરે તો અસિત મોદીને જવાબ આપતા લખ્યું- તેમને આવડતું જ નથી માટે. બીજાએ લખ્યું- તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નેક્સ્ટ એપિસોડમાં તેને મુદ્દો બનાવીને રાખજો અને બબલ ગમની જેમ તેને સ્ટ્રેચ કરજો.
ટ્રોલ થયા અસિત મોદી
યુઝર્સે પ્રોડ્યુસરને ટ્રોલ કરતા લખ્યું- પહેલા પોતાનો શો સંભાળો પછી બીજાને બોલજો. બીજા એક યુઝરે દયાબેનની વચ્ચે લાવતા જણાવ્યું કે તમે દયા ભાભીની વાપસી પર ફોકસ કરો. મોટાભાગના યુઝર્સે એવો જ જવાબ આપ્યો કે પાકિસ્તાની ક્રિકેટરોને અંગ્રેજી આવડતી જ નથી માટે તે અંગ્રેજી ભાષામાં વાત નથી કરતા. ભારત-પાકિસ્તાન મેચની વચ્ચે અસિત મોદીનો આ સવાલ હોટ ટોપિક બની ગયો છે.