બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 04:36 PM, 14 July 2019
ત્યારે માથાના વચ્ચેના ભાગમાં મરનાર વ્યક્તિ ગોળી ન મારે તેવી પણ એક થિયરી સામે આવી છે. ત્યારે હવે FSLની શંકા પછી પોલીસને હત્યાની થિયરી પર તપાસ કરવા મજબૂર બનવું પડશે. ત્યારે રિવોલ્વરમાંથી 4 ગોળી છૂટી અને બન્ને પોલીસકર્મીને 2 ગોળી વાગી છે ત્યારે મિસફાયર થયેલી ગોળી અંગે પણ પોલીસ તપાસ કરશે. હાલ આ આત્મહત્યા થઇ કે હત્યા તેને લઇ પોલીસે તપાસ તેજ કરી દીધી છે.
ADVERTISEMENT
મહિલા ASIનો બેચમેટ ASI વિવેક કુછડીયા પોલીસના શંકાના દાયરામાં
રાજકોટમાં મહિલા ASI ખુશબુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહના આપઘાત મામલે હવે મહિલા ASI ખુશબુના બેચમેટ ASI વિવેક કુછડીયા પોલીસના શંકાના દાયરામાં છે. વિવેક કુછડીયા પાસેથી પોલીસને ખુશબુના ફ્લેટની બીજી ચાવી મળી આવી છે.
ADVERTISEMENT
મોડી રાત્રે આવેલી કાર નંબર પ્લેટ વગની હોવાનું સામે આવ્યું છે. ત્યારે CCTVમાં દેખાતી કાર વિવેકની જ હોવાની પોલીસને શંકા છે. ત્યારે આ આત્મહત્યા છે કે હત્યા તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હવે FSLના રિપોર્ટ બાદ જ તમામ સત્ય બહાર આવશે.
રાજકોટ પોલીસ કમિશ્નરનો રિવોલ્વરને લઈને નિર્ણય
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસકર્મીઓના સર્વિસ રિવોલ્વરને લઈને નિર્ણય લીધો છે. નવનિયુક્ત 32 ASI પાસેથી રિવોલ્વર પરત લેવામાં આવી છે. રાજકોટમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. જેને અટકાવવા માટે પોલીસ કમિશ્નરે નિર્ણય લીધો છે. ગુરૂવારે મહિલા ASI અને કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો હતો. ત્યારબાદ પોલીસ કમિશ્નરે આદેશ આપ્યા હતા કે, ફરજ પૂર્ણ થયા બાદ તમામ પોલીકર્મીઓને હથિયાર જમા કરાવવાના રહેશે. 24 કલાકમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોતાનો નિર્ણય બદલ્યો અને નવનિયુક્ત ASI પાસેથી રિવોલ્વર પરત મંગાવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.