ashwin will not able to make his place in t20 cricket
ક્રિકેટ /
અશ્વિન હવે નહીં કરી શકે આ ટીમમાં વાપસી, ગાવસ્કરે અશ્વીનનાં કરિયર પર આવ્યું મોટુ નિવેદન
Team VTV04:38 PM, 22 Feb 21
| Updated: 04:39 PM, 22 Feb 21
લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનની વાપસી પર સુનીલ ગાવસ્કરે મોટુ નિવેદન આપ્યું છે. ગાવસ્કરે કહ્યું કે અશ્વિન કદાચ ક્યારેય હવે લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં વાપસી નહીં કરી શકે.
ટી-20 ફોર્મેટ માટે અશ્વિન હવે ફીટ થાય તેમ નથી
વનડે માં વાપસી કરી શકે છે
ટેસ્ટમાં હજુ વર્ષો સુધી રમશે
વનડેમાં ફરીથી તક મળી શકે છે
ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું છે. તેણે સાબીત કરી દીધું છે કે હજુ પણ તે ટીમનો હુકુમનો એક્કો છે. જોકે ઈંગ્લેન્ડ સામેની ટી-20માં આ સ્ટાર સ્પિનરને જગ્યા નથી આપવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે અશ્વિન તેનાં જબરજસ્ત ફોર્મને લીધે વનડે ટીમમાં વાપસી કરી શકે છે પણ ટી-20માં તેનો સમાવેશ મુશ્કેલ છે. અશ્વિને ભારત માટે છેલ્લી વનડે જૂન 2017માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનાં આવ્યા બાદ અશ્વિનને ટીમમાં જગ્યા નહોતી મળી રહી અને તેની વાપસીની સંભાવના પણ નહોતી બની રહી. પણ ઈંગ્લેન્ડ સામે અશ્વિનનું ફોર્મ જોઈને અંદાજ લગાવી શકાય કે તેને વનડેમાં ફરીથી તક મળી શકે છે.
રવિચંદ્રન અશ્વિન -BCCI/IPL/ANI Photo
7 નંબર પર હાર્દિક પંડ્યા મળી ગયો છે
સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે હવે અશ્વિન કદાચ જ હવે લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં વાપસી કરી શકશે. સુનીલ ગાવસ્કરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ખબર નહીં કેમ પણ મને લાગે છે કે હવે રવિચંદ્રન અશ્વિન લિમિટેડ ઓવર્સની મેચો માટે ઈન્ડિયન ટીમમાં વાપસી નહીં કરી શકે. કેમકે હવે ભારતને હાર્દિક પંડ્યાનાં રુપમાં નંબર 7 પર એક ઓલરાઉન્ડર મળી ગયો છે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા છે તો પછી ત્રણ સીમર કે એક સ્પિનર કે પછી બે સીમર અને એક સ્પિનર ટીમમાં હોઈ શકે છે. મને નથી લાગતુ કે આ સમયે તે ટીમમાં ફીટ થઈ શકશે. અશ્વિન હવે થોડા વર્ષો સુધી ટેસ્ટ મેચનો ખેલાડી જ રહેશે.
રવિચંદ્રન અશ્વિન -ICC/ANI Photo
દરેક ફોર્મેટમાં રસપ્રદ પ્રદર્શન
રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયા માટે ઘણાં સમયથી વનડે અને ટી-20 નથી રમી જોકે તેનાં પ્રદર્શન પર નજર નાંખવામાં આવે તો આ સ્પિનરે ભારતીય ટીમને ઘણી મેચોમાં જીત હાંસલ કરવામાં મહત્ત્વની ભૂમિક ભજવી છે. તેણે ભારત માટે 111 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે 16.1ની એવરેજથી 675 રન બનાવ્યા છે અને 4.91ની ઈકોનોમી રેટથી 150 વિકેટ ઝડપી છે. જોકે ટી-20માં આ ખેલાડીને ઓછો આંકવો ભૂલ ભરેલુ હશે. અશ્વિને 46 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે જેમાં તેણે 30.8ની એવરેજથી રન બનાવ્યા છે અને 6.97 ઈકોનોમી રેટથી 52 વિકેટ પણ લીધી છે. જ્યારે આઈપીએલમાં તેણે 154 મેચમાં 138 વિકેટ ખેરવી છે.