બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:48 PM, 13 March 2023
ADVERTISEMENT
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફરી એકવાર ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી મ્હાત આપી છે. અમદાવાદ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર બેટિંગ કરી છે અને આ મેચ ડ્રો પર સમાપ્ત થઈ છે. આ મેચ દરમિયાન ફેન્સે શાનદાર ક્ષણોનો આનંદ માણ્યો છે. ભારતના શાનદાર બેટ્સમેનોએ પણ બોલિંગ કરી છે, પરંતુ બેટ્સમેનો બોલિંગ કરતા અશ્વિનની ચિંતામાં વધારો થયો છે.
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા ભારત કરતા 86 રનથી આગળ હતું. મેચ ડ્રો થવાની સંભાવના હતી, તે સમયે યુવા બેટ્સમેન શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ બોલિંગ કરી હતી. ત્યારબાદ બંને ખેલાડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભારતીય ટીમના આર.અશ્વિને પણ મેચ પત્યા બાદ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. બંને બેટ્સમેનોએ બોલિંગ કરી હતી. શુભમન ગિલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલી વાર બોલિંગ કરી હતી, જ્યારે ચેતેશ્વર પૂજારાએ બીજી વાર બોલિંગ કરી છે.
ADVERTISEMENT
હું જોબ છોડી દઉં: અશ્વિન
અમદાવાદ ટેસ્ટ મેચમાં બોલર આર.અશ્વિને ચેતેશ્વર પૂજારાની બોલિંગ પર પ્રતિક્રિયા આપી છે. અશ્વિને પૂજારાના એક ફોટોની સાથે ટ્વિટ પણ કર્યું છે. જેમાં ચેતેશ્વર પૂજારા હાથમાં બોલ સાથે જોવા મલી રહ્યા છે. અશ્વિને આ બાબતને હળવાશમાં લેતા કહ્યું છે કે, ‘હું શું કરું, જોબ મુકી દઉં’. અશ્વિનનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સ શાનદાર જવાબ આપી રહ્યા છે.
વિરાટ કોહલીએ ફટકારી સદી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે છેલ્લી ટેસ્ટ મેચ ફાયદાકારક રહી છે. વિરાટ કોહલીએ આ મેચમાં 186 રન કરીને સદી ફટકારી છે, પરંતુ તેઓ બેવડી સદી ફટકારી શક્યા નથી. બેવડ સદી કરવામાં માત્ર 14 રન જ બાકી હતી. શુભમન ગિલે પણ એક શાનદાર સદી ફટકારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમવામાં આવશે. આ ફાઈનલ મેચ જૂન 2023માં રમવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT