બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ashraf who had to save a drowning youth in Dwarka drowned

કરુણતા / VIDEO : આ કેવા લેખ.! દ્વારકામાં ડૂબી રહેલા યુવકને બચવવા પડેલો અશરફ ડૂબ્યો, ડૂબી રહેલો મોશીન બચ્યો

Mahadev Dave

Last Updated: 06:53 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે ન્હાવા પડેલ ડૂબતા યુવાનને બચાવવા ગયેલ એક યુવાન ડૂબ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • દ્વારકાના દરિયામાં 2 યુવકો તણાયો
  • ન્હાવા પડેલો યુવક તણાયો
  • તણાઈ રહેલા યુવકને બચાવવા જતા એક યુવક તણાયો

ગુજરાતમાં અણધારી આફત સમાન વાવાઝોડાની દહેશત વચ્ચે હાલારના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે દ્વારકાના દરિયામાં એક યુવાન ડૂબ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે ડૂબતા યુવાને બચાવવા પડેલ યુવાન ડૂબી ગયો હતો. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી.

ન્હાવા પડેલા મોશીન નામના યુવકનો બચાવ
એક બાજુ વાવાઝોડાના જોખમ વચ્ચે દ્વારકાનો દરિયો ગાંડોતુર થયો છે. છતાં પણ ભાવિકો જોખમી રીતે ગોમતી ઘાટ ખાતે ન્હાતા હતા. આ વેળાએ દ્વારકાના દરિયામાં ન્હાવા પડેલો યુવક દરિયાના જળપ્રવાહમાં ડૂબવા લાગ્યો હતો. આ દરમિયાન અશરફ નામનો યુવક અન્ય યુવાનને ડુબતો બચાવવા કુદયો હતો. જોકે ન્હાવા પડેલ મોશીન નામનો યુવક ડુબતો બચી ગયો હતો. પરંતુ બચાવવા ગયેલ અશરફ ડૂબ્યા બાદ લાપતા બનતા તંત્ર દોડતું થયુ છે. મહત્વનું છે કે ગઇકાલે જ ગોમતી ઘાતમાં જોખમી રીતે ન્હાતા લોકો નજરે પડ્યા હતા. જ્યા તંત્રે સૂચના આપવા છતાં અમલ ન કરતા આવો કિસ્સો બન્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Drowned in sea Dwarka દરિયામાં યુવાનનું મોત દ્વારકા યુવાન ડૂબ્યો વાવાઝોડા Dwarka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ