બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 07:59 PM, 3 September 2019
મંગળવારે ચેન્નઇમાં કંપની તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટમાં કુલ 9231 યૂનિટ વેચાયા છે, જે 2018માં આ મહીના દરમિયાન વેચાયેલા 17,386 યુનિટથી ઓછા છે.
ADVERTISEMENT
ટ્રકના વેચાણ પર ખરાબ અસર
ADVERTISEMENT
કંપનીના માલવાહક હલ્કા, મધ્યમ, અને ભારે ટ્રકોના ઓગસ્ટમાં 7432 યૂનિટોનું વેચાણ થયુ હતું. જ્યારે 2018માં ઓગસ્ટમાં આ વેચાણ 15,945 યૂનિટોનું વેચાણ થયું હતું. બીજી તરફ બસનું વેચાણ ગત મહીને 1799 યૂનિટ થયું હતું જે ઓગસ્ટ 2018માં 1441 યૂનિટ વેચાયા હતા.
GSTમાં ઘટાડાની માંગ
મંદીનો સામનો કરી રહેલા ઓટોમોબાઇલ સેક્ટરે મોદી સરકારથી GST રેટમાં ફરી ઘટાડાની માંગ કરી છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યૂફેક્ચર્સના રાષ્ટ્રીય અધ્યક્ષે એક નિવેદન જાહેર કરી આમ માંગ કરી છે. જ્યારે ઉદ્યોગ સંઘ એસોચેમે પણ આ માગનું સમર્થન કરતા કહ્યું છે કે ટૂ વ્હીલર્સ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરી દેવો જોઇએ.
ઓટો સેક્ટરમાં વેચાણમાં 30 ટકાથી વધારેનો ઘટાડો
નોંધનીય છે કે આ વર્ષે ઓગસ્ટમાં ગત વર્ષની તુલનાએ પેસેન્જર ગાડીઓનું વેચાણ લગભગ 30 ટકા ઘટી ગયું છે. ગત મહીને નાણા મંત્રીએ જે રાહતનું એલાન કર્યું હતું તેની અસર દેખાઇ રહી નથી. તેથી હવે ઓટો ઇન્ડસ્ટ્રીઝે જીએસટી રેટને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરી છે. ઓટો સેક્ટરમાં વેચાણમાં 30 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો છે. 90 ટકગા ફેક્ટરીઝમાં માત્ર 50 ટકા પ્રોડક્શન થઇ શક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.