બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ashok gehlot teachers transfer posting govind singh dotasara

સૂરસૂરિયું / મુખ્યમંત્રીએ પૂછ્યું મારી સરકારમાં ટ્રાન્સફર કે પોસ્ટિંગ માટે પૈસા આપવા પડે છે? હોલમાં ગૂંજી ઉઠ્યો જવાબ - હા

Kavan

Last Updated: 09:27 PM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના કાર્યક્રમમાં તે અસહજ સ્થિતિ ઉભી થઈ જ્યારે પોતાના શાસનકાળમાં પારદર્શિતાના વખાણ કરી રહેલા મુખ્યમંત્રીની સામે શિક્ષકોએ સિસ્ટમની પોલ ખોલી.

  • કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે થયો ફિયાસ્કો
  • પોસ્ટિંગ અને ટ્રાન્સફરના સવાલના જવાબ પર સ્તબ્ધ થયાં CM 
  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે બની ઘટના

ઘટના બની એવી કે રાજસ્થાનની રાજધાની જયપુરના બિડલા સભાગૃહમાં જ્યાં મુખ્યમંત્રી ગેહલોત શિક્ષક સન્માન સમારોહને સંબોધન કરી રહ્યા હતા. 

પોસ્ટિંગ અને ટ્રાન્સફરના સવાલના જવાબ પર સ્તબ્ધ થયાં CM 

ત્યારે સંબોધન દરમિયાન તેઓ જણાવી રહ્યા હતા કે, ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં કેવી રીતે તેમની સરકાર પારદર્શિતાનું પાલન કરી રહી છે. અશોક ગહેલોતે પોતાના સંબોધનમાં કહ્યું કે,અમારી સરકારના સમયે ટ્રાન્ફસર અને પોસ્ટિંગ માટે પૈસા નથી ચૂકવવા પડતા. 

તમામ શિક્ષકોએ સરકારની ખોલી પોલ 

તો તેમણે કાર્યક્રમમાં હાજર શિક્ષકો સાથે સંવાદ કરતા સવાલ પૂછ્યો કે અમારી સરકારના સમયમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે પૈસા ચૂકવવા પડ્યા છે ? હજી સવાલ પૂર્ણ થાય તે પહેલા જ સમગ્ર હોલ 'હા' થી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાને જોઈને મુખ્યમંત્રી પોતે પણ થોડીવાર સ્તબ્ધ થઈ ગયા હતા. 

સ્થિતિને કાબૂમાં લેવાનો કર્યો પ્રયાસ 

જોકે સમગ્ર ઘટના બાદ  મુખ્યમંત્રીએ કહ્યું અમારે ત્યાં ભ્રષ્ટાચાર નથી. તો સાથે એવું પણ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ તમારી પાસે ચા-પાણીના પૈસા માગે તો અમને જણાવો. તો સ્થિતિને સંભાળતા હોય તેમ ગેહલોત બોલ્યા આ વાત પહેલાના સમયની છે, અમારા સમયની નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ