Ashok Gehlot Takes Resignation Of All Ministers Before Cabinet Reshuffle
રાજનીતિ /
BIG NEWS : રાજસ્થાનમાં પણ ગુજરાતવાળી? મુખ્યમંત્રીએ એક ઝાટકે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા
Team VTV08:01 PM, 20 Nov 21
| Updated: 08:15 PM, 20 Nov 21
રાજસ્થાન રાજનીતિની મોટી ખબર છે. શનિવારે સાંજના ગેહલોત મંત્રીમંડળના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
રાજસ્થાન રાજનીતિની મોટી ખબર
ગેહલોત મંત્રીમંડળના તમામ મંત્રીઓના રાજીનામા
સોમવારે સીએમ ગેહલોત નવી ટીમની રચના કરી શકે
કાલે તમામ મંત્રીઓ કાર્યાલય જશે
રાજસ્થાનમા મંત્રીમંડળ પુનઃગઠન હેઠળ શનિવારે તમામ મંત્રીઓએ તેમના રાજીનામા મુખ્યમંત્રી અશોક ગેહલોતને સોંપી દીધા છે. હવે રવિવારે સાંજે નવા મંત્રીઓને શપથ લેવડાવાશે. આ પહેલા તમામ ધારાસભ્યોને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર બપોરના 2 વાગ્યે બોલાવવામાં આવશે. ત્યાર બાદ મંત્રી પદના ઉમેદવાર ધારાસભ્યોને રાજભવન બોલાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યાનુસાર સવારના 10 વાગ્યે મુખ્યમંત્રી અશોક ગેહલોત ભાવી મંત્રીઓની યાદી રાજ્યપાલ કલરાજ મિશ્રને સોંપશે. ત્યાર બાદ સાંજના 4 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવાની સંભાવના છે.
#UPDATE | All ministers in the Rajasthan Council of Ministers tender their resignations. A PCC meeting has been scheduled for tomorrow. https://t.co/U8E7j1u5Vb
કેબિનેટની બેઠકમાં તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા
આ પહેલા રાજસ્થાનમાં અશોક ગેહલોત કેબિનેટમાં પુનઃગઠનની કવાયદ હેઠળ શનિવારે સાંજના 6.30 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવઈ હતી. બેઠકમાં તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા. પાર્ટી અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટસરાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તમામ મંત્રીઓએ તેમના રાજીનામા મુખ્યમંત્રીને સોંપી દીધા હતા.
મંત્રીપદ મળશે કે નહીં તેની કોઈ ચિંતા નથી, સીએમ ગેહલોત અમારા બધાના વાલી-ધારાસભ્ય
મંત્રીમંડળની બેઠકમાં સામેલ અને પરિવહન મંત્રી પદેથી રાજીનામું આપનાર ધારાસભ્ય પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે ગેહલોત અમારા બધાના વાલી છે તેથી મંત્રીપદ મળશે કે નહીં તે અંગે અમને કોઈ ચિંતા નથી.
રાજસ્થાનમાં ગુજરાતવાળી થવાની સંભાવના
રાજસ્થાન સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હોવાથી ચર્ચા છે કે હવે ત્યાં પણ ગુજરાતવાળી સરકારની રચના થઈ શકે છે. ગુજરાત કેબિનેટ ફેરબદલમાં તમામ જુના મંત્રીઓને પડતા મૂકાયા હતા અને તમામ મંત્રીઓ લેવાયા હતા.