બ્રેકિંગ ન્યુઝ
VTV / Ashok Gehlot declared 19 new districts of rajasthan
Last Updated: 07:02 PM, 17 March 2023
ADVERTISEMENT
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે વિધાનસભામાં મોટું એલાન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યમાં 19 નવા જિલ્લાઓ બનાવી દેવામાં આવ્યાં છે. ત્રણ નવા સંભાગો બનાવાયા છે જેના બાદ રાજસ્થાનમાં કુલ 52 જિલ્લાઓ રહેશે.સરકાર નવા બનેલા આ જિલ્લાઓનો 2 હજાર કરોડથી વિકાસ કરશે. રાજસ્થાન ચૂંટણીથી પહેલા કોંગ્રેસ સરકારે મોટું પગલું ભર્યું છે જેના કારણે અનેક વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સમીકરણમાં બદલાવો જોઈ શકાશે.
#WATCH | Rajasthan CM Ashok Gehlot announces the formation of new districts in the state; says, "...With the formation of 19 new districts, the state now has a total of 50 districts." pic.twitter.com/Fq7XQWdLYO
— ANI (@ANI) March 17, 2023
ADVERTISEMENT
આ 19 નવા જિલ્લાઓની ઘોષણા
CM ગેહલોતે વિધાનસભામાં જે નવા 19 જિલ્લાઓની ઘોષણા કરી તેમાં,
અનૂપગઢ, બાલોતરા, બ્યાવર, ડીગ, દૂદૂ, જયપુર ઉત્તર, જયપુર દક્ષિણ, જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ, ગંગાપુર સિટી, કેકડી, કોટપુતલી, બહરોડ, ખેરતલ, નીમકથાના, સાંચોર, ફલોદી, સલુંબર, શાહપુરા શામેલ છે.
हमें राज्य में कुछ नए जिलों के गठन की मांगें मिलीं। हमने इन प्रस्तावों की जांच के लिए एक उच्च स्तरीय कमेटी का गठन किया था और हमें अंतिम रिपोर्ट मिल गई है ... मैं अब राज्य में नए जिलों के गठन की घोषणा करता हूं: राजस्थान CM अशोक गहलोत pic.twitter.com/bF4cGCQJpC
— ANI_HindiNews (@AHindinews) March 17, 2023
CM અશોક ગેહલોતે કરી ઘોષણા
CMએ વિધાનસભામાં કહ્યું કે રાજ્યમાં કેટલાક નવા જિલ્લાઓનાં ગઠનની માગ મળી હતી. અમે આ પ્રસ્તાવોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કર્યું હતું અને અમને અંતિમ રિપોર્ટ મળી ગઈ છે. હું હવે રાજ્યમાં નવા જિલ્લાઓનાં ગઠનની ઘોષણા કરું છું.
3 નવા સંભાગ બનાવાયા
રાજસ્થાનમાં નવા 19 જિલ્લાઓ બનાવ્યાંની સાથે 3 નવા સંભાગ બનાવવામાં આવ્યાં છે.જેમાં બાંસવાડા, પાલી અને સીકર શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.