બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 'મસ્કમાં કોઇ જ રસ નહોતો, માત્ર...', એલન મસ્કના 13માં બાળકની માતાએ કર્યો ચોંકાવનારો દાવો

દાવો / 'મસ્કમાં કોઇ જ રસ નહોતો, માત્ર...', એલન મસ્કના 13માં બાળકની માતાએ કર્યો ચોંકાવનારો દાવો

Last Updated: 02:29 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્કને લઈને એક સમાચાર સામે આવ્યા છે જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઇન્ફ્લુએન્સર અને લેખિકા એશલી સેંટ ક્લેરના લીધે એલોન મસ્ક ચર્ચામાં આવ્યા છે.

લેખિકા અને ઇન્ફ્લુએન્સર એશલી સેંટ ક્લેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચર્ચા ઊભી કરી છે. તેણે તેની એક પોસ્ટમાં લખ્યું કે તેણે એલોન મસ્કના 13 માં બાળકને જન્મ આપ્યો છે. બસ ત્યારથી સોશિયલ મીડિયા પર એલોન મસ્કની ચર્ચા થઈ રહી છે.

X પર શરૂ તહીએલો વાતચીનો દોર

એશલીએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે ક્યારેય કોઈ સંબંધમાં બંધાવા માંગતી નહોતી પણ તે મસ્કના પ્રેમમાં પડતાં પોતાને રોકી શકી નહી. સેંટ ક્લેરે જણાવ્યું કે તેની અને મસ્કની મુલાકાત ઓનલાઈન થઈ હતી. મસ્ક ખૂબ સ્માર્ટ, મજાકીયા સ્વભાવ વાળા અને ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. અમારી વાતચીત પહેલા X પ્લેટફોર્મ પર થઈ હતી. તેના કહેવા પ્રમાણે મસ્કના તરફથી વાતચીત શરૂ થઈ હતી.

બાળકોની સુરક્ષા માટે રહી ચૂપ

તેણે વધુમાં જણાવ્યું કે તેને માસ્કમાં કોઈ ખાસ રસ હતો નહી પણ એલોન મસ્કે તેના કંપનીના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેતા તે મસ્કનો ઇન્ટરવ્યુ કરવા માટે સાન ફ્રાન્સિસ્કો ગઈ હતી. તે ઇન્ટરવ્યુ બાદ મસ્કે તેને તેની સાથે રોડ આઇલેન્ડ આવવા માટે પૂછ્યું અને ત્યાંથી બંનેની પ્રેમ કહાનીની શરૂઆત થઈ. મસ્ક પાસેથી તેને મોટો એપાર્ટમેન્ટ અને સિક્યોરીટી તો મળી પણ પ્રેમ મળ્યો નહી. તેને બહુ એકલું લાગતું હતું પણ તે તેના બાળકોની સુરક્ષાને લીધે શાંત હતી, ચૂપ હતી.

વધુ વાંચો: ક્રેડિટ કાર્ડથી રૂપિયા ઉપાડતા પહેલા આટલું જરૂરથી જાણી લેજો, ફાયદામાં રહેશો

જાતે જ સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો

સેંટ ક્લેરે વધુમાં કહ્યું કે જ્યારે ત્યાંનાં દૈનિક અખબારોને તેના પ્રેગ્નન્સી વિશે જાણ થઈ ત્યારે તે લોકો આ વાતને દુનિયા સામએ લાવે એ પહેલા તેણે જ સોશિયલ મીડિયા પર ખુલાસો કરવાનો નિર્ણય લીધો. પરંતુ આ બધા વચ્ચે એ રહસ્ય હજુ પણ અકબંધ છે કે શું ખરેખર એશલી સેંટ કલેર એલોન મસ્કના 13 માં બાળકની માં બનવાની છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ashley St. Clair Trending News Elon Musk
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ